વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડું કેવું હોવું જોઈએ?

0

5-1465901064

   પ્રાચીન સમયમાં સ્ત્રીઓની દિનચર્યા રસોડાથી શરૂ થઈને રસોડા પર આવીને પૂરી થઈ જતી હતી. પરંતુ આજના જમાનામાં ગૃહિણીઓની પાસે સમય ઓછો છે. વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઈના કેટલાક નીચે પ્રમાણેના નિયમોનું પાલન કરીને જો રસોડાની સજાવટ અને ગોઠવણ કરવામાં આવે તો રસોડામાં શાંતિ અને તણાવરહિત વાતાવરણ રહે છે.

  રસોડાની ફર્શ ઉપર ગ્રેનાઈટ ક્યારેય ન લગાવવો ફક્ત રસોઈ કરવાના પ્લેટફોર્મ પર કાળા રંગનો ગ્રેનાઈટ લગાવી શકો છો.

   રસોડાનું આદર્શ સ્થાન દક્ષિણ-પૂર્વ દિશામાં ઉત્તર પશ્ચિમ અને પૂર્વમાં છે.

   રસોઈ કરતી વખતે ચહેરો પૂર્વ દિશા તરફ રહેવો જોઈએ.

   રસોડામાં વાસણ તથા અન્ય વસ્તુઓ રાખવા માટેના કબાટ દક્ષિણ પશ્ચિમ દીવાલ પર બનાવવું જોઈએ. રસોડામાં પાણીયારંુ ઉત્તરમાં અથવા ઉત્તર પૂર્વમાં રાખવામાં આવે તો લાભકારક રહે. રસોડાનું પાણી જવાની દિશા ઉત્તર પૂર્વમાં હોવી જોઈએ એ જ રીતે રસોડામાં સિન્ક પણ ઉત્તર પૂર્વમાં હોવું જોઈએ.

   રસોડામાં ફ્રીઝ રાખવું હોય તો ઉત્તર પશ્ચિમ દિશામાં રાખી શકાય. માઈક્રોવેવ ઓવન, મિક્સચર, ગ્રાઈન્ડર તેમજ અન્ય વિદ્યુત ઉપકરણો દક્ષિણ દિશામાં રાખવાં જોઈએ.

   રસોડામાં આછો પીળો, આછો ગુલાબી, આછો ચોકલેટી અથવા બીજો કોઈ આછો રંગ કરી શકાય.

   રસોડામાં પ્રકાશ અને હવાની પૂરતી અવરજવર રહે તે માટે ઓછામાં ઓછી એક બારી ખુલ્લી જોઈએ. એ બારી પૂર્વ કે ઉત્તર દિશામાં હોવી જોઈએ.

   રસોડામાં અલગ સાવરણી રાખવી સારી અને એને રસોડામાં જ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવી. રસોડાની પૂર્વની દીવાલ પર એક દર્પણ (અરીસો) લગાવવો પણ શુભદાયક છે.

   ડાઈનિંગ ટેબલ જો રસોડામાં અથવા બહાર રાખવાનું હોય તો એ માટે ઉત્તમ જગ્યા ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ છે.

   રસોડું અને સ્ટોરરૂમ અલગ-અલગ હોવા જોઈએ. જો રસોડાની અંદર સ્ટોરરૂમ હોય તો ઘરના માલિકને પોતાના ધંધામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

   રસોડામાં કે ઘરના કોઈપણ નળમાંથી પાણી ટપકવું એ અશુભ માનવામાં આવે છે. તેને તાત્કાલિક રિપેર કરાવી દેવું જોઈએ જેથી પૈસો વહી ન જાય

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :