વાસ્તુશાસ્ત્ર મુજબ, છત પરની ટાંકી, સ્નાનઘર તથા પાણીના સ્ત્રોતનું મહત્ત્વ

0

12-copy-5

   ભવનમાં ચાર દીવાલો દક્ષિણ-પશ્ચિમમાં મોટી અને ઊંચી બનાવો તથા પૂજાનો ઓરડો, પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ (ઈશાનકોણ)માં ઉત્તમ મનાય છે. જો આ બાબત સુવિધાજનક ન હોય તો એને ઉત્તર-ઔપશ્ચિમ ક્ષેત્રમાં રાખી શકાય. શયનકક્ષ નૈઋત્ય કોણથી અગ્નિકોણ અને નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ)થી વાયવ્ય (ઉત્તર-પૂર્વ-પશ્ચિમ) ખૂણાની તરફ બનાવવો ઉચિત મનાય છે.

   ગૃહસ્વામીનો વડીલોની શયનકક્ષ પોતાના શયનકક્ષથી પોતાના શયનકક્ષથી પશ્ચિમ કે દક્ષિણની તરફ રાખો તથા પોતાના નાના ભાઈ, પુત્રો વગેરેનો શયનકક્ષ પોતાના કક્ષથી પૂર્વ કે ઉત્તરમાં રાખવો ઉચિત છે. ઘરમાં કન્યાઓના ઓરડો ઉત્તર પશ્ચિમ (વાયવ્યકોણ) ક્ષેત્રમાં રાખો તથા મહેમાનોનું સ્થાન પણ ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં રાખો. મનોરંજન કક્ષ દક્ષિણ કે પશ્ચિમ ક્ષેત્રમાં ખૂબ ઉત્તમ છે. સંગીત, નૃત્ય, સાધના વગેરે માટેનું સ્થાન દક્ષિણ પૂર્વ (આગ્નેય) કોણની પાસે રાખો.

   આ ઉપરાંત ઘરની છત પર જ પાણીની ટાંકી રાખવામાં આવે છે. તેમ કરવા પાછળ પણ કારણ રહેલું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, છત પર પાણીની ટાંકી માટે ઉત્તર-પશ્ચિમ (વાવ્યકોણ) ક્ષેત્રમાં ઉચિત રહે છે પરંતુ એની ઊંચાઈ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય કોણ)ના ભવનની ઊંચાઈથી વધુ ના હોવી જોઈએ. પાણીની ટાંકી બનાવવા માટે દક્ષિણ પશ્ચિમ (નૈઋત્ય) ક્ષેત્ર છોડવું જોઈએ. નોકરોના રહેઠાણની વ્યવસ્થાના ભવનના દક્ષિણ-પૂર્વ (આગ્નેય) કે ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) કોણમાં હોય છે.

   નોકરોના આવાસની ભીંતો મુખ્ય ભવનના ઉત્તર-પૂર્વ (ઈશાન)ની દીવાલોને અડકતી ન હોવી જોઈએ. સૈપ્ટિક ટેંક ઉત્તર-પશ્ચિમ કે દક્ષિણ-પૂર્વ કોણમાં હોવી જોઈએ. ભૂખંડની નીચે પાણીની ટાંકી પણ ઈશાન (ઉત્તર-પૂર્વ) કોણમાં હોવી જોઈએ. પરંતુ છતની ઉપરની પાણીની ટાંકી ઉત્તરપૂર્વ (ઈશાન)માં હોવી જોઈએ. સીડીઓ દક્ષિણાવર્તી ગોળાકારમાં વધુ યોગ્ય છે, જેથી સીડીઓનો પ્રવેશ પૂર્વ કે દક્ષિણની તરફ ખુલ્લો રહે. સીડીઓને પૂર્વ અને ઉત્તરની દિશાની કંપાઉન્ડ વોલના સહારે બનાવવી ન જોઈએ તથા ઉપરની સીડીઓનો મંડપ દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રના નિર્માણથી ઊંચો ન હોવો જોઈએ.

    પશ્ચિમ અને દક્ષિણ કંપાઉન્ડ વોલના સહારે સીડીઓ બનાવી શકાય છે. તુલસીનો ચબૂતરો પૂર્વ દિશામાં બનાવાનું વિધાન છે. વાયવ્ય કોણમાં કાર્યાલયનો ઓરડા રાખી શકાય છે. નૈઋત્ય કોણમાં મશીનરી તથા અસ્ત્ર-શસ્ત્ર રાખવા ઉચિત હશે. બગીચામાં એવા છોડ લગાવો જે આપણને સદા ચોખ્ખી હવા અને ઉર્જા આપે. સાથે સાથે ખૂશ્બુદાર છોડ પણ લગાવો જેમ કે ચમેલી, જૂહી, ચંપા, મોગરો, રાતરાણી વગેરે…જેનાથી હવા ટકરાઈને ઓરડામાં આવીને ઓરડાને સુગંધિત કરી શકે અને ભવનના પ્રવેશ દ્વાર પર લક્ષ્મી, કુબેર અને ગણપતિ પ્રતિમાઓ પ્રતિષ્ઠત કરવી.

ભવનની પાસે પાણીના સ્ત્રોતોનું મહત્ત્વ

   જો ભવનની પાસે ઉત્તર-પૂર્વ (ઈશાન) કોણમાં ઉત્તર દિશાની બાજુ નદી કે તળાવ હોય તો ઘરના માલિક માટે શુભ હોય છે. આ રીતે પૂર્વ દિશાના ઉત્તરની તરફ પણ નદી કે તળાવ શુભ હશે, તથા ભવિષ્યમાં સારા પરિણામ મળે છે. પરંતુ ઔપશ્ચિમ, ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમની તરફ જો ભવનની પાસે નદી, નાળું હોય ત્યારે ભવન સારુ પરિણામ નથી આપતું. આ પ્રકારે દક્ષિણની તરફ નદી કે તળાવ હોવાથી અશુભ પરિણામ મળે છે. જો દક્ષિણ-પૂર્વમાં દક્ષિણ દિશાની તરફ પણ નદી તળાવ હોય તો એ સારુ માનવામાં આવતું નથી તથા ઉત્તર-પશ્ચિમમાં પણ નદી કે તળાવને શુભ માનવામાં આવતું નથી.

બાલ્કનીનું મહત્ત્વ

   રહેણાક ભવનોમાં બાલ્કનીનું સ્થાન મહત્ત્વપૂર્ણ મનાયું છે. કારણકે પ્રાતઃકાલીન સૂર્યના કિરણો તથા કુદરતી હવા બારીઓની સાથે સાથે બાલ્કનીમાંથી પણ મળે છે. તેથી બાલ્કનીનું નિર્માણ વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ કરવું જોઈએ.

   જો ભવન પૂર્વાન્મુખી ભુખંડ પર હોય તો બાલ્કની ઉત્તર પૂર્વમાં પૂર્વની તરફ બનાવો, નહીં કે એને દક્ષિણ પૂર્વમાં પૂર્વની તરફ બનાવવી તથા ઉત્તરોન્મુખી ભૂખંડમાં બાલ્કની ઉત્તર પૂર્વમાં ઉત્તર દિશામાં બનાવો તથા ભૂખંડમાં બાલ્કની ઉત્તર પશ્ચિમમાં ઉત્તરની તરફ ન લગાવો. પિૃમોન્મુખી ભૂખંડમાં બાલ્કની ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ દિશામાં બનાવો તથા દક્ષિણોન્મુખી ભૂખંડમાં દક્ષિણ પૂર્વમાં દક્ષિણ દિશામાં બાલ્કની બનાવો. બાલ્કનીનું સ્થાન ભૂખંડની દિશા પર નિર્ભર કરે છે. પરંતુ પ્રયાસ એ હોવો જોઈએ કે સવારના સૂર્યના કિરણોનો પ્રવેશ અને કુદરતી હવાનો પ્રવાહ આખા ઘરમાં રહે.

સ્નાનાગારનું મહત્ત્વ

   ભવનની બહાર સ્નાનાગૃહ દક્ષિણ-પશ્ચિમમાં ઔપશ્ચિમ દિશાની પિૃમી દીવાલના સહારે બનાવો. જો પશ્ચિમ દિશામાં બનાવવું હોય તો પિૃમી કંપાઉન્ડ વોલના સહારે બનાવો. પરંતુ બહારના સ્નાનાગૃહ, શૌચાલયને પૂર્વમાં દીવાલની સાથે ન લગાવો. જો પૂર્વમાં સ્નાનાગૃહ અથવા શૌચાલય બનાવવું હોય તો કંપાઉન્ડ વોલના સહારે ન બનાવીન જગ્યા છોડીને બનાવો અને મુખ્ય ભવનથી ભોંયતળિયું નીચે રાખો. આ રીતે ઉત્તરની દીવાલથી લગાવીને બહારના સ્નાનાગૃહ અને શૌચાલય ના બનાવો અને જો બનાવવું હોય તો કંપાઉન્ડ વોલ અને સ્નાનગૃહની વચ્ચમાં સ્થાન છોડી તથા ફર્શ નીચી રાખો.

   ભવનની અંદર શયનકક્ષથી અલગ બાથરૂમ ઉત્તર દિશામાં બનાવી શકો છો. આ રીતે શયનકક્ષથી અલગ પૂર્વ દિશામાં સ્નાનગૃહ બનાવી શકો છો. પરંતુ સ્નાનગૃહને ઉત્તર પૂર્વકોણમાં ન બનાવો. દક્ષિણ-પૂર્વ, ઉત્તર-ઔપશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સ્નાનાગાર શૌચાલય બનાવી શકો છો અને જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી સ્નાનાગાર અને શૌચાલયને અલગ અલગ રાખવાનો પ્રયોગ કરો. આજકાલ જગ્યા ઓછી હોવાને કારણે એને સાથે રાખવાનો રિવાજ છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :