વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર

0

2017_10image_09_03_329526000house-ll

   વાસ્તુ પ્રમાણે ખાલી સ્થાનને દુર્ગા (બુધનું) સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરમાં ગણેશ (કેતુ)નું સ્થાન અને દક્ષિણમાં પવનપુત્ર (હનુમાનજી)નું સ્થાન છે. પૂર્વમાં સૂર્ય (વિષ્ણુ)નું તથા ઈશાન કોણમાં શિવ (ચંદ્ર)નું સ્થાન છે. નૈઋત્ય કોણનો સંબંધ લક્ષ્મી (શુક્ર)નું સ્થાન તથા વાયવ્ય કોણનો સંબંધ બ્રહ્મા (ગુરુ)થી છે. પશ્ચિમ દિશાનો સંબંધ શનિ (કાળ ભૈરવ)થી છે.

   રાહુ (સરસ્વતિનો) સંબંધ અગ્નિકોણથી છે. અહીં પ્રકાશનો સંબંધ પ્રથમ ભાવથી, ખુલ્લી હવાનો સંબંધ બીજા ભાવથી, અગ્નિનો સંબંધ ત્રીજા ભાવથી અને પાણીનો સંબંધ ચોથા ભાવથી છે. શોરબકોરનો ભાવ છઠ્ઠા ભાવમાં અને ઘરમાં હરિયાળીનો સંબંધ સાતમા ભાવથી છે.

    આઠમા ભાવથી દારૂણ કષ્ટો, આકાશનો રંગ બારમા ભાવે, આવકનો લાભ સંબંધ અગિયારમા ભાવથી, જાતે બનાવેલા મકાનનો સંબંધ લગ્નથી, સાસરુ અને મંદિરનો સંબંધ બીજા ભાવથી, ભાઈઓ અને મકાનનો સંબંધ ત્રીજા ભાવથી, માતા અને એના સંબંધીઓના મકાનનો સંબંધ ચોથા ભાવથી, પુત્રો દ્વારા નિર્માણ થયેલું મકાન પાંચમા ભાવથી, પૈતૃક મકાન નવમા ભાવથી. પુત્રી દ્વારા બનાવેલું મકાન સાતમા ભાવથી, કાકા-કાકીનું મકાન છઠ્ઠા ભાવથી, સ્મશાનનું મકાન આઠમા ભાવથી, ખરીદેલું મકાન અગિ ભાગીદારીથી બનાવેલું મકાન દશમા ભાવથી તથા પાડોશી દ્વારા બનાવેલું મકાન બારમા ભાવથી ઓળખાય છે. લાલ કિતાબ પ્રમાણે મકાન બનાવવું તથા બનેલા મકાનને પાડવાનો સંબંધ શનિથી છે. કારણકે શનિ જ ભૂલોકનો સ્વામી છે તથા યમરાજાને સ્વર્ગ (પરલોકના) સ્વામી મનાય છે. મકાન કેવું બનાવવું, જાતક માટે પિતા, પુત્ર, સંબંધી વગેરે માટે મકાન કેવું રહેશે એની વિસ્તૃત વધુ જાણકારી પ્રસ્તુત અધ્યાયમાં આપવામાં આવી છે.

   વાસ્તુ પ્રમાણે મકાન ચોરસ જ બનાવો. પ્લોટ ચોરસ કે સમચોરસ હોય તો સર્વશ્રેષ્ઠ છે. ભૂમિનું પરીક્ષણ મકાન બનાવતાં પહેલાં કરી લેવું, પછી જ એ ભૂમિ પર મકાન બનાવવું. એ ભૂમિના પરીક્ષણ માટે દૂધથી ભરેલું વાસણ જમીનના તળિયે દબાવી દેવું. એ દિવસથી લઈને જન્મકુંડળીમાં શનિની સ્થિતિના દિવસો સુધી જો શનિ ખોટી અસર આપે અર્થાત્ બીમારી, લડાઈ, ઝઘડા, નુકસાન, ઈજા વગેરે જેવી મુસીબતો આવે તો તરત જ વાસણને કાઢી અને નદી, નાળા કે પાણીમાં વહાવી દેવું. પછી ભૂલથીય એ ભૂમિ પર મકાન ન બનાવવું.

   વાસ્તુ નિયમો મુજબ મકાન બનાવાય કે જૂના મકાનમાં સુધારો કરવામાં આવે તો ગૃહ સ્વામી માલિક માટે ઘણો ફાયદો રહેશે. મકાનમાં રાખેલી વસ્તુઓની સ્થિતિ પ્રમાણે મકાન કુંડળી બનાવીને સરળતાથી જાણી શકાય છે કે આ મકાન જાતક માટે કેટલું લાભદાયક છે? ત્યાં સુધી કે મકાનમાં જ્યાં જ્યાં જે જે ગ્રહનો સામાન અથવા અન્ય વસ્તુઓ હોય છે. એનાથી મકાનની કુંડળી બનાવીને જાતકની પણ કુંડળી બનાવી શકાય છે, તથા જે ગ્રહ કુંડળીમાં નિર્ધારિત સમય પર બેઠેલ નથી એને બદલીને નિર્ધારિત જગ્યાથી થોડું પરિવર્તન કરીને ઘણી બધી સમસ્યાઓનું નિદાન કરી શકાય છે.

   વાસ્તુ શાસ્ત્રના આધારે ઘરના મોટા ભાગના દરવાજા, બારીઓ, પૂર્વ, ઈશાન અને ઉત્તર દિશામાં હોવા જોઈએ. અગ્નિ ખૂણામાં રસોડું, ગીઝર, વીજળીનું મીટર, પાણીની મોટર હોવી જોઈએ. પારિવારિક સુખ માટે આ દિશામાં દરવાજા ઓછા રાખવા અથવા ન રાખો. દક્ષિણ, નૈઋત્ય દિશામાં સ્ટોર, ડાઈનિંગ હોલ, શૌચાલય(ટોઈલેટ) હોય એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નૈઋત્ય કોણમાં મકાનનો સ્વામી અને એની પત્ની (બંને)નો સુવાનો ખંડ હોવો જોઈએ. પશ્ચિમમાં ભોજનખંડ તથા સીડી બનાવી શકાય છે.

   ઉત્તર પશ્ચિમ (વાયવ્ય) કોણમાં બારીઓ હોય, મધ્યમાં આંગણું હોવું પર્યાવરણની દ્રષ્ટિએ ઉત્તમ છે. જો આંગણાની વ્યવસ્થા ન થઈ શકે તો ઓછામાં ઓછું દરેક ઓરડામાં પ્રાણવાયુ આવે અને અશુદ્ધ વાયુ બહાર નીકળે તેવો પ્રબંધ હોવો જોઈએ, જેથી ક્રોસ વેંટિલેશન થઈ શકે. ઉત્તર દિશામાં બનાવેલા ઝાઝા દરવાજા અને બારીઓ ઝાઝી માત્રામાં ધન સમૃદ્ધિ આપનારા બને છે. તથા ઓછી બારીઓ અને દરવાજાથી ચુંબકીય ઊર્જામાં રૂકાવટ (અથવા થોડા થોડા વહેવાના કારણે) વધુ માત્રામાં ઉપલબ્ધ ધન પણ ઓછું પડશે અને જાતક હંમેશાં ખોટ, વ્યાજ વગેરેના કારણે હેરાન પરેશાન રહેવાનો.

   આ દિશામાં શયનકક્ષ પણ બનાવી શકાય છે. બની શકે તો ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)માં પૂજા ઘર કે મુખ્ય દ્વાર બનાવો. પીવાનું શુદ્ધ પાણી, અંડરગ્રાઉન્ડ ટાંકી પણ આ દિશામાં બનાવો. જો અન્ય ક્યાંક જળસ્તોત્ર હોય તો નવી પાઈપને નાંખીને પાણીને એ તરફ લાવો. ઈશાન કોણ તરફ અને પૂર્વ ઉત્તર કોણમાં બનાવેલી ટાંકી હોજમાં એ પાણી નાંખી એ પછી એનો ઉપયોગ કરો.

   વાસ્તુના અન્ય નિયમો પ્રમાણે મકાનના મધ્ય ભાગ અર્થાત્ મકાનની વચ્ચેનો ભાગ દુર્ગાનું સ્થાન ધરાવે છે. દુર્ગને કિલ્લો કહેવાય છે, તથા કિલ્લાને બ્રહ્માંડ કહેવાય છે. બ્રહ્માંડને પેદા કરનારી અર્થાત્ કિલ્લાની અંદર પેદા થયેલી પાલન અને એમાં વિલીન કરનારીને દુર્ગા અર્થાત્ દુર્ગની સ્વામિની કહેવાય છે. જેની આજ્ઞાાથી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ પાલનકર્તા અને શિવ પોતાનામાં વિલીન કરે છે. આ રીતે દુર્ગા જ પોતાનામાં પૂર્ણ બ્રહ્મ છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :