વાસ્તુશાસ્ત્ર અનુસાર ભવન નિર્માણમાં પંચ તત્ત્વોનો સુખ-સમૃદ્વિદાયક પ્રયોગ

0

10-copy-8

   પૃથ્વી સૂર્યની ચારેતરફ પ્રદક્ષિણા કરતી ઉત્તરાયણ અને દક્ષિણાયન સ્થિતિમાં રહે છે. જે માનવીના શરીર અને મસ્તક પર ઉત્તરીય અને દક્ષિણા ધ્રુવથી પ્રવાહિત થનાર ચુંબકીય તરંગો પ્રાણવાયુના પ્રવાહથી અદ્રશ્ય ઊર્જા પ્રદાન કરે છે. આ જ પ્રકારે પૂર્વ દિશામાં પ્રગટ થનાર સૂર્યના સવારના કિરણોમાં સમાયેલ વિટામિન ‘એ’, ‘ડી’ અને ‘એફ’ જે અલ્ટ્રાવાયોલેટ રેંજના માધ્યમથી આપણા મન મસ્તિષ્ક અને શરીરને પ્રભાવિત કરે છે અને જ્યારે સૂર્ય મધ્યાહ્ને અને એ પછીના કિરણો (જ્યારે સૂર્ય પિૃમમાં જાય છે)માં રહેલા ઈન્ફ્રારેડ રેંજ અને કોસ્મિક રેંજ શરીરને હાનિ કરે છે. તે માટે પિૃમ દિશાની તરફ ઊંચા ઊંચા ઝાડ લગાવવાનું કહેવામાં આવે છે.

   ભવન પાસે આવેલ વૃક્ષ, વેલા, છોડ અને વનસ્પતિનું ભવનમાં રહેવાનો પ્રભાવ તથા એની સાથે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને વિભિન્ન ગ્રહોનો (ચંદ્ર, સૂર્ય વગેરે) તારા સમૂહ અને એમાં રહેલી શક્તિઓનો માનવ પ્રભાવ પર પડનારા પ્રભાવનું વિસ્તૃત અધ્યયન અને અનુસંધાનનું અંતિમ પરિણામ જ વાસ્તુશાસ્ત્ર કહેવાય છે.

   વાસ્તુશાસ્ત્ર ખૂબ વ્યાપક શાસ્ત્ર છે. વાસ્તુ શબ્દનો અર્થ વાસ (રહેવાનું સ્થાન) + તંુ (ઈશ્વર તું છે) અર્થાત્ અદ્રશ્ય અને સંપૂર્ણ બ્રહ્માંડ માં શક્તિ જે કણ કણમાં જે શક્તિ રહેલી છે, એ શક્તિનો સમૂહ જેને જીવ કહેવાય છે, અર્થાત્ આત્મશક્તિ, મનઃશક્તિ અને સદાશિવ શક્તિની સાથે સાથે પાંચ તત્ત્વોથી ર્નિિમત કાયા જેમાં ઈશ્વર ‘તંુ’ નો નિવાસ (તારો) હોય, અર્થાત્ એ શાસ્ત્ર જે તમામ પ્રાણીઓના નિવાસનો માર્ગ બતાવે, એ વાસ્તુશાસ્ત્ર કહેવાય છે. માનવીનું શરીર પાંચ મહાભૂતો મળીને બન્યું છે. આ પાંચ તત્ત્વ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી છે. જેમ કે મર્હિષ તુલસીદાસે કહ્યું છે.

   ‘છિતિ જલ પાવક ગગન સમીરા પંચ તત્ત્વ સે બના શરીરા’ એક પુરાણના સૂત્ર પ્રમાણે ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ જે માનવ શરીરમાં સ્થિતિ છે, એ જ બ્રહ્માંડમાં છે. તેથી ભવનના નિર્માણમાં આકાશ પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ તત્ત્વોને પ્રાકૃતિક સ્ત્રોતોથી કેવી રીતે ઉપલબ્ધ કરવામાં આવે, જેના નિયમોનો મૂળ ઉદ્ેશ માનવીય સુખ, સમૃદ્ધિ અને આત્મિક શાંતિને ઉપલબ્ધ કરાવવાનો છે, કારણ કે સંપૂર્ણ કર્મ વાસ્તવમાં પ્રકૃતિના ગુણો દ્વારા સંપાદિત થાય છે, તેથી કુદરતી સ્ત્રોતોના માધ્યમ દ્વારા આપણને ઊર્જા મળતી રહે અને આપણે ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, શાંતિ પ્રાપ્ત કરી શકીએ, તે વાસ્તુ કલાના અંતર્ગત આવે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :