વાયુનો પ્રવેશ અને નિષ્કાસન પર્યાવરણને શુદ્ધ રાખે છે

0

10-copy-7

   વાસ્તુ નિયમો અંતર્ગત ભૂખંડમાં જ્યારે જાતક મકાન બનાવે તો ભવનની ચારે બાજુ ખુલ્લું સ્થાન છોડવાનો પ્રયાસ અવશ્ય કરતો તથા ખુલ્લું સ્થાન આ અનુપાતમાં છોડવું કે સૌથી વધુ સ્થાન પૂર્વ દિશામાં, એનાથી ઓછું ઉત્તરમાં અને એથીય ઓછું દક્ષિણ દિશામાં અને સૌથી ઓછું પિૃમ દિશામાં ભવનને ચારે તરફ ખુલ્લું છોડવાથી તમામ દિશાઓથી વાયુનો પ્રવેશ અને નિષ્કાસન પર્યાવરણને શુદ્ધ રાખે છે અને થોમસન સિદ્ધાંતથી ગરમીમાં મકાન ઠંડું અને ઠંડીમાં તે ગરમ રહે છે.

   વાયુમંડળમાં અન્ય ગેસની તુલનામાં ઓક્સિજનની માત્રા ઓછી હોય છે, તેથી જો ભવનની ચારે તરફ ખુલ્લી જગ્યા હોય તો આપણને જરૂરિયાત પ્રમાણેનો ઓક્સિજન અને ચુંબકીય ઊર્જાનો પ્રભાવ અને લાભ મળતો રહેશે, કારણ કે ઉત્તરીય ક્ષેત્રને કુબેર (ધન)નું સ્થાન માનવામાં આવે છે.

   વાસ્તુશાસ્ત્રમાં ચુંબકીય ક્ષેત્રને કુબેરનું સ્થાન માનવાના કારણે એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યાપારીક ચર્ચા કરવાની હોય એમાં ભાગ લેવાનો હોય તો કે ઉત્તરની તરફ મોં કરીને બેસવું જોઈએ, કારણ કે ઉત્તરીય ક્ષેત્રથી ચુંબકીય ઊર્જા પ્રાપ્ત થાય છે. એનાથી માથાની કોશિકાઓ તરત સક્રિય થાય છે. કારણ કે આ કે દિશાથી જે શુદ્ધ ઓકિસજન મળે છે એ પણ મસ્તિકની કોશિકાના માધ્યમથી મસ્તિષ્કમાં સક્રિય થઈ યાદશક્તિ વધારે છે. તેથી કુદરતી ઊર્જા શક્તિની સાથે સાથે પરામર્શ આપવામાં જાતક સક્ષમ થઈ જાય છે. તેથી આ દિશામાં વ્યાપારિક ચર્ચાઓ ખૂબ મહત્ત્વ રાખે છે.

   જો તમે આ દિશામાં બેસો છો તો તમારા જમણા હાથની તરફ કેશ બોક્સ અથવા ચેકબુક રાખવી.  ભવન નિવાસના વાસ્તુશાસ્ત્રમાં જે નિયમો બતાવ્યા છે એમાં પણ કુદરતી ઊર્જાના પ્રયોગની સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે અદૃશ્ય લૌકિક ઊર્જા અને શક્તિનો ઉપયોગ માનવી કેવી રીતે કરે, જે એના માટે લાભદાયક હોય.

   વાયુમંડળ અને બ્રહ્માંડમાં જે અદૃશ્ય શક્તિઓ અને એવી અદૃશ્ય ઊર્જાઓ વિદ્યમાન છે જેને આપણે જોઈ શકતા નથી કે અનુભવી શકતા નથી તથા જેનો પ્રભાવ લાંબા કાળથી અનુભવવામાં આવે છે એનો ઉપયોગ પણ ભવન નિવેશના સિદ્ધાંતોમાં સમાવાયો છે, કારણ કે એને પ્રાકૃતિક ઓરા (ઓજ) કહેવાય છે અને આ મોજ જીવતા મનુષ્યની ચારે તરફ દરેક સમયે રહે છે.

   ખાસ કરીને ચુંબકીય ક્ષેત્રમાં જે ને બાયો ઈલેક્ટ્રિક ચુંબકીય ક્ષેત્ર કહે છે. તેથી વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે પૂર્વ અને ઉત્તર ભાગને ખુલ્લો રાખતા દક્ષિણ-પિૃમ ભાગથી નીચે રાખવો. આ બીઈએમએફ (બાયો ઈલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડ) વાયુમંડળમાં વીસ પ્રકારના હોય છે. એમાંથી માત્ર ચાર પ્રકારના જ બીઈએમએફ ખૂબ ઉપયોગી બતાવે છે.

   આ પ્રકારે વાયુ મંડળમાં રહેલ તમામ શક્તિઓ વિશે પણ જાણકારી મેળવી ઉપયોગમાં લાવી શકાય છે. તેથી વાસ્તુશાસ્ત્રના નિયમોને ઝીણવટથી અપનાવી ભૂખંડની સ્થિતિ, ખાસ પરિસ્થિતિ અને કોણની સ્થિતિ જાણ્યા બાદ વાસ્તુશાસ્ત્રના તમામ પાસાંઓનું અધ્યયન કર્યા બાદ જ ભવન નિર્માણ ઔદ્યોગિક સંસ્થાન અને વ્યાપારિક સંસ્થાનોની સ્થાપના કરવી ઉચિત હશે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :