ફેંગશુઇમાં દર્પણનો ઉપયોગ

0

9-7

   વાસ્તુદોષને દૂર કરવા માટે ફેંગ શુઈમાં સર્વાધિક ઉપયોગ દર્પણનો થાય છે

   સ્થાન તથા પ્રકાશ વધારવા માટે ફેંગ શુઈ દર્પણનો ઉપયોગ કરવાનું કહે છે. દર્પણ લગાવીને બીજા પ્રતીકોના બળમાં વધારો કરી શકાય છે. તમારા પુસ્તકો તરફ લાગેલું દર્પણ જ્ઞાન અને ધ્યાનમાં વધારો કરે છે. કેશ બોક્સની તરફ દર્પણ લગાવવાથી આવકમાં વધારો થાય છે, પરંતુ કાર્યસ્થળમાં દર્પણનો ઉપયોગ સમજી-વિચારીને કરવો જોઈએ. ઘણી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ હાનિકારક પણ હોઈ શકે છે.

જો તણાવગ્રસ્ત હોવ તો

   જો તમે હંમેશાં તણાવ અથવા માનસિક મૂંઝવણોના શિકાર રહેતા હોવ તો, તમારા ઘર તથા ઓફિસની સજાવટ પર ધ્યાન આપો. તમને કંઈ ને કંઈ એવું અવશ્ય દેખાશે, જે તમારી પ્રકૃતિ સાથે મેળ નહીં ખાતું હોય. જ્યારે આવું કંઈ દેખાય તો રૂમની સજાવટ તથા વ્યવસ્થામાં જરૂરી પરિવર્તન કરીને બીનજરૂરી ચીજોને દૂર કરો. એ વાતનું પણ ધ્યાન રાખો કે દરવાજો કે બારી બરાબર તમારી પાછળ ન હોય. જો આવી સ્થિતિ હોય તો, ત્યાં આગળ પડદા લગાવી દો. આકર્ષક કેન્ડલ સ્ટેન્ડમાં લાલ રંગની નવ મીણબત્તીઓ લગાવીને રૂમની દક્ષિણમાં રાખો. પોતાની શુભ દિશાઓની પસંદગી કરીને બેસવાની તથા સુવાની વ્યવસ્થા કરો.

વારંવાર અસફળ થાવ છો તો

   જો વારંવાર મળતી અસફળતાથી તમે હતાશ-નિરાશ થઈ ચૂક્યા છો તો, ચિંતા છોડો! કારણ કે વારંવારના પ્રયાસોમાં જ સફળતા છુપાયેલી હોય છે. તેના માટે તમારે ફેંગ શુઈના ઉપાયો અજમાવવા પડશે.

   પોતાના ઘર તથા રૂમની ઉત્તર દિશાનું સંવર્ધન એવી વસ્તુ સાથે કરો કે જેનો સંબંધ જળતત્ત્વ સાથે હોય. તેની સાથે એવી વસ્તુને દક્ષિણ દિશામાં રાખો, જે અગ્નિ તત્ત્વનું પ્રતીક હોય. ફેંગ શુઈ અનુસાર ઉત્તર દિશામાં બ્લ્યુ.ગ્રે. અને કાળા રંગની સજાવટ  કરો. દક્ષિણ દિશાામાં  પીળા- કેસરી-લાલ રંગની સજાવટ કરો. ઉદાહરણ તરીકે, દક્ષિણ દિશામાં લાલ રંગના ફિનિકસનું ચિત્ર લગાવી શકાય છે.

પર્સનલ ફેંગ શુઈ

   વ્યક્તિત્વ નિખારવાની ફેંગ શુઈમાં કપડાં તથા પોતાની પાસે રાખવામાં આવતી વસ્તુઓનું ખૂબ જ મહત્ત્વ છે. આ ચીજોનો ઉપયોગ કરતાં પહેલાં તેના રંગો અને તત્ત્વોનું અવશ્ય ધ્યાન રાખો, જેનો પહેલાં ઉલ્લેખ કરવામાં આવી ચૂક્યો છે. સ્વયંના તત્ત્વને ઓળખીને શુભ રંગોની પસંદગી કરવી જોઈએ.

હેન્ડ બેગ

   સ્ત્રીઓ પોતાના માટે ફેંગ શુઈના માધ્યમથી ઊર્જાવાન હેન્ડ બેગની પસંદગી કરી શકે છે. સૌ પ્રથમ આકાર તથા રંગ જોઈને તેના તત્ત્વોની માહિતી પ્રાપ્ત કરી લો. તેનાથી જ ખ્યાલ આવી જાય છે કે, બેગની ઊર્જા સારી છે કે ખરાબ. ભૂરા, કાળા તથા વાદળી રંગની લંબગોળ બેગ ઉત્તમ માનવામાં આવે છે. ચોરસ આકારમાં જો છીંકણી, મરૂન, લાલ અને પીળા રંગની બેગ હોય તો, તે પણ ઉત્તમ છે. છીંકણી તથા સફેદ રંગની ગોળ બેગને પણ સારી ગણવામાં આવે છે.

બટન

   બટન સામાન્ય રીતે ગોળ હોય છે અને જો ધાતુના બનેલા હોય તો, તે ધાતુ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આવા બટન લીલા અને ભૂરા રંગના કપડાં પહેરવા માટે લાભદાયક છે. પ્લાસ્ટિકના ગોળ બટન હાનિકારક હોય છે.

હેટ અને કેપ

   માથા પર કેપનો અર્થ છે, શેલ્ટર (આશ્રય), જે સામાન્ય રીતે ફેંગ શુઈ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ તે કાળા અથવા લીલા રંગની ન હોવી જોઈએ. આ રંગ જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે, જે ફેંગ શુઈ અનુસાર માથા માટે અશુભ છે.

   પહાડ ઉપર પાણી એ, ચાર ભયજનક ‘આઈ-ચિંગ’માંનું એક છે. ફેંગ શુઈમાં એવું માનવામાં આવે છે કે, માથા પર જળતત્ત્વ એ વ્યક્તિનું અને છત પર જળતત્ત્વ મકાનનું નુકસાન કરે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :