તિજોરીમાં દરિદ્રતાનો પ્રવેશ રોકવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખો

0

4-copy-7

   તમે સારી નોકરી અથવા વ્યવસાય કરી રહ્યા છો જ્યાથી તમને આવક પણ સારી થાય છે પણ ઘરમાં પૈસા ટકતા નથી. આવે છે અને ચાલ્યા જાય છે.  ઈચ્છવા છતા પણ ધન જોડી નથી શકતા તો તેનેં કારણ છે તમારા ઘરમાં કેટલાક દોષ રહેલા છે જે ધન જોડવા નથી દેતા. તમારી તિજોરીમાં દરિદ્રતાનો પ્રવેશ રોકવા અને દિવસે બમણી અને રાત્રે ચારગણુ ઘન વધારવા માટે કેટલીક વાતોનુ ધ્યાન રાખો.

- ઉત્તર અથવા પૂર્વ દિશામાં ઘરની તિજોરી અથવા પૈસા મુકો.  જેનાથી તમારુ સંગ્રહ કરેલુ ધન વ્યર્થના કાર્યોમાં ખર્ચ નહી થાય.

- ઘરમાં તિજોરી ન હોય તો જે તિજોરીમાં તમે ધન મુકી રહ્યા છો તેના મધ્ય અથવા ઉપરી ભાગમાં મુકો.

- ચારેબાજુના આયાતકાર રૂમમાં તિજોરી મુકવી શુભ હોય છે. તિજોરી સામે કોઈપણ ચિત્ર ન લગાવો.

- જે રૂમમાં તિજોરી મુકી હોય ત્યાઉત્તર કે પૂર્વ દિશામાં ફ્ક્ત એક જ પ્રવેશ દ્વાર હોવુ જોઈએ.

- તિજોરીમાં કોઈપણ સુગંધવાળી વસ્તુ ન મુકવી જોઈએ. તિજોરીની આસપાસ બિનજરૂરી વસ્તુઓ ન ફ્ેલાવો.

- જ્યાં તિજોરી મુકી હોય ત્યા હળવો પીળો રંગ કરાવવો શુભ હોય છે.

- તિજોરીની અંદર લાલ રંગના કપડા પાથરવું શુભ હોય છે. તેનાથી સકારાત્મકતાનો સંચાર થાય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

- તિજોરીમાં ચાંદીની પ્લેટમાં શુભ યંત્ર મુકો જેવા કે વેપાર વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, બીસા યંત્ર

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :