ઘરમાં આ જગ્યા પર લગાવો પાણીનો ફોટો, તો ઘરમાં આવશે સમૃદ્ધી

0

1525434444

   ફેંગશુઇ તથા વાસ્તુ પ્રમાણે ઘરમાં રાખેલ વસ્તુઓની જગ્યાથી વેપારમાં ફાયદો મળે છે અને ઘરમાં સમૃદ્ધી આવે છે. પણ ઘરમાં વસ્તુઓ વાસ્તુ પ્રમાણે નથી તો ઘરના સભ્યોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમને કે ઘરના સભ્યોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ફેંગશુઇ પ્રમાણે પાણીની જગ્યા અથવા તેનો ફોટો યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તેનાથી લાભ થાય છે.

– ઘરમાં સમૃદ્ધિ જાળવવા માટે પાણીના શો-પીસ અથવા ફોટો બાલ્કનીમાં રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહી. તેમજ ઘરમાં ધન-સમૃદ્ધી આવશે.

– પાણીથી ભરાયેલા વાસણને પૂર્વ અને ઉત્તરની બાજુ રાખવા જોઈએ. આમ કરવાથી ઘરના લોકોનો ખરાબ સમય સમાપ્ત થઇ જાય છે અને તેઓને દરેક કાર્યમાં સફળતા મળે છે.

– રસોડામાં પાણીના શો-પીસ રાખવાથી ઘરમાં ઝઘડા, લડાઇ અને કંકાસ થાય છે.

– જો તમારા ઘરમાં બગીચો છે અને તેમાં વોટરફોલ છે, અથવા લગાવવા માંગો છો, તો પછી વોટરફોલ ઘરની દિશામાં હોવો જોઇએ. જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. વોટરફોલ કયારેય પણ ઘરની બહારની તરફ હોવું જોઇએ નહી.

– જો તમે તમારા ઘરમાં ફુવારો લગાવી રહ્યાં છો તો તેને ઘરના ઉત્તર, દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવો જેનાથી ઘરમાં ગુડલક રહેશે અને ઘરના લોકોની પ્રગતિ થશે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :