ઉત્તર પશ્ચિમોન્મુખી ભવનમાં પોર્ટિકો ઉત્તર-પૂર્વમાં ઉત્તર દિશામાં બનાવો

0

2-8

   પોર્ટિકો ઉત્તર-પૂર્વ (ઈશાન)માં પૂર્વની તરફ બનાવો. દક્ષિણ-પૂર્વ દિશામાં પોર્ટિકો ન બનાવો. જો ભૂખંડ પૂર્વ કે ઉત્તર-પૂર્વમાં હોય ઉત્તર દિશાના ભૂખંડ હોવા પર પોર્ટિકો ઉત્તર-પૂર્વમાં ઉત્તરની તરફ રાખો. જો ઉત્તર-પશ્ચિમમાં ભૂખંડ હોય ત્યારે પોર્ટિકો પશ્ચિમમાં ઉત્તર-પશ્ચિમમાં બનાવો. દક્ષિણ દિશાના ભૂખંડમાં દક્ષિણ-પૂર્વની તરફ દક્ષિણ દિશામાં જ પોર્ટિકોને બનાવો.

   દક્ષિણ-પૂર્વ (આગ્નેય) કોણના ભૂખંડમાં દક્ષિણમાં દક્ષિણ-પૂર્વની દિશામાં પોર્ટિકો બનાવો. જો પૂર્વાન્મુખી ભૂખંડમાં માર્ગ ઉત્તર-પૂર્વમાં છે તો પોર્ટિકોને ઉત્તરમાં ઉત્તર-પૂર્વની દિશાની તરફ બનાવો કે પૂર્વમાં પણ બનાવી શકો છો. જો ભૂખંડ ઉત્તર પૂર્વમાં છે તો માર્ગ ઉત્તરમાં કે પૂર્વમાં છે ત્યારે પોર્ટિકો ઉત્તર પૂર્વમાં પૂર્વ દિશાની તરફ બનાવી શકો છો અને ઉત્તરમાં ઉત્તર-પૂર્વમાં પણ બનાવી શકો છો. ઉત્તર પશ્ચિમોન્મુખી ભવનમાં પોર્ટિકોને ઉત્તર-પૂર્વમાં ઉત્તર દિશામાં બનાવો. જો માર્ગ ઉત્તર કે પશ્ચિમ દિશામાં હોય તો પોર્ટિકો ઉત્તર-પશ્ચિમ દિશામાં પોતાની સુવિધા અનુસાર બનાવી શકો છો. પશ્ચિમ દિશાનો ભૂખંડ હોય તો ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ દિશામાં પોર્ટિકો બનાવો.

છત પર પાણીની ટાંકી

   છત પર પાણીના ભંડાર માટે પાણીની ટાંકીની રચના દક્ષિણ કે પશ્ચિમમાં કરો. ત્યાં સુધી કે દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં પણ છતની ઉપર પાણીની ટાંકી રાખી શકાય છે. દક્ષિણ પશ્ચિમમાં પશ્ચિમ દિશાની તરફ પાણીની ટાંકી રાખી શકાય છે, પરંતુ ઓવરહેડ ટાંકી ઉત્તર પૂર્વમાં પૂર્વની પાસે કે ઉત્તરની તરફ ન રાખો. આ રીતે ઉત્તર-પૂર્વમાં બિલકુલ ઉત્તર દિશાની પાસે પણ ન સ્થાપો. પૂર્વ દિશામાં પણ ટાંકીને ન બનાવો. આ રીતે ઉત્તર-પશ્ચિમમાં બિલકુલ પશ્ચિમ દિશાની પાસે પણ ટાંકીને ન રાખો.

ડ્રેનેજ સિસ્ટમ

   ઘરમાં ગંદા પાણીની પાઈપલાઈન યોગ્ય જગ્યાએ બનાવવી ખૂબ મહત્ત્વપૂર્ણ મનાય છે. કારણ કે ઉપયોગ કરવામાં આવેલ પાણીનો ભરાવો ઘરમાં ભેજનું પ્રમાણ વધારે છે અને દુર્ગંધ પેદા કરે છે, જેને કારણે મકાન બીમારીનું ઘર કહેવાય છે. તેથી ઘર બનાવતી વખતે ડ્રેનેજ લાઈન વ્યવસ્થિત રીતે યોગ્ય દિશામાં બનાવવી જોઈએ અને જો નગર નિગમની ગટર લાઈન અગાઉથી બની હોય તો એમાં યોગ્ય રીતે જોડવી જોઈએ. વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ઉત્તમ ભવન માટે નીચે પ્રમાણે ડ્રેનેજ પાઈપલાઈનનો વિચાર કરવો ઉચિત રહેશે. પરંતુ પાઈપલાઈન ઉચિત માર્ગની દિશા પર આધારિત હોવી જોઈએ

   પૂર્વાન્મુખી ભવનમાં ગટરની પાઈપ ઉત્તર-પૂર્વમાં પૂર્વ દિશામાં ઉચિત હશે. ઉત્તરોન્મુખી ભવનમાં ઉત્તરમાં ઉત્તર-પૂર્વની તરફ ડ્રેનેજ બનાવો. દક્ષિણોન્મુખી ભવનના દક્ષિણ-પૂર્વમાં દક્ષિણની તરફ ડ્રેનેજ બનાવો તથા પશ્ચિમોન્મુખી ભવનમાં પશ્ચિમની તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં ડ્રેનેજ સિસ્ટમ લગાવો.

બેડરૂમનું મહત્ત્વ

   દક્ષિણ-પશ્ચિમ ઓરડાને માસ્ટર બેડરૂમ બનાવવો. દક્ષિણ પૂર્વમાં બનેલા ઓરડાઓને પણ શયનકક્ષ બનાવી શકો છો. દક્ષિણ-પશ્ચિમમાં બનેલા રૂમોને પણ શયનકક્ષ બનાવી શકો છો. દક્ષિણ દિશામાં બનેલા રૂમોને માસ્ટર બેડરૂમ બનાવી શકો છો. પશ્ચિમ દિશામાં બનેલા રૂમને શયનકક્ષ માટે પ્રયોગમાં લઈ શકો છો.

    ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર (વાયવ્ય કોણ)માં બનેલા રૂમોને બાળકોના માટે સૂવાનો ઓરડો બનાવી શકો છો. જો બેઝમેન્ટ (ભોંયરા)નું નિર્માણ પ્રસ્તાવિત છે તો એને ભૂખંડના ઉત્તર અને પૂર્વમાં જ બનાવો તથા ભૂમિગત નિર્માણ કે પાણીની ટાંકીના નીચે ક્યારેક પણ દક્ષિણ કે પશ્ચિમમાં બનાવો અને બેઝમેન્ટ ભૂખંડના મધ્યમાં ક્યારેય ન બનાવો.

   શયનખંડમાં પલંગ દક્ષિણી દીવાલથી લાગેલો હોવો જોઈએ તથા ઊંઘવાના સમયે માથું દક્ષિણમાં અને પગ ઉત્તરમાં હોવા જોઈએ. મુખ્ય ભવનના પ્રવેશ દ્વારની સામે સારું આકર્ષક ચિત્ર હોવું જોઈએ. ડ્રોઈંગ રૂમમાં સોફા પશ્ચિમની દીવાલના સહારે અથવા દક્ષિણી દીવાલના સહારે રાખવા ઉચિત છે.

   રસોડાનું પ્લેટફોર્મ આગ્નેય (દક્ષિણ-પૂર્વમાં) હોવું જોઈએ. ગેસના બાટલા માટે પણ આજ જગ્યાને ઉચિત માની છે.

   ઘરેણાં અને રોકડને, ધનને પશ્ચિમ દિશામાં રાખવાથી ધનની વૃદ્ધિ થતી રહે છે તથા અલમારી પણ ઉત્તર દીવાલ બે ચાર ઈંચની જગ્યા છોડીને બનાવવી જોઈએ.

પર્વતોનું મહત્ત્વ

   ભૂખંડની દક્ષિણ દિશામાં પર્વતનું હોવું શુભ મનાય છે. જો ભૂખંડના પશ્ચિમમાં પર્વત કે મોટા ખડકો હોય તો શુભ માનવામાં આવે છે. જો  ઉત્તર પૂર્વ (ઈશાન) ખૂણામાં પર્વત હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ઉત્તર દિશામાં બનેલા ઓરડાથી દક્ષિણ દિશામાં બનનારા ઓરડા આકારમાં મોટા બનાવો. પશ્ચિમ દિશામાં બનાવવામાં આવતા ઓરડાઓની સાઈઝ પૂર્વ દિશામાં બનનારા રૂમોથી નાના આકારમાં રાખવા જોઈએ.

   વીજળીનું મીટર દક્ષિણ-પૂર્વ (અગ્નેય ખૂણા)માં લગાવો. ધોગિક એકમોમાં વીજળીની લાઈનનું જોડાણ દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવો. દક્ષિણમાં બંધ વરંડો બનાવો. આ રીતે પશ્ચિમમાં ગ્રીલથી બનેલ વરંડો ન બનાવવો.

   ઈશાન (ઉત્તર-પૂર્વ) ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) કોણ દક્ષિણ-પશ્ચિમ નૈઋત્ય કોણમાં બનેલ ઓરડો રસોડાના ઉપયોગમાં લઈ શકો છો. પરંતુ ઉત્તર-પૂર્વના ઓરડામાં રસોડું ન બનાવો. જો કે કેટલાક વાસ્તુવિદ્ આ દિશામાં પણ રસોડું બનાવાની સલાહ આપે છે. ક્યારેક આ ક્ષેત્ર જલતત્ત્વનું હોય છે. અગ્નિ તત્ત્વ પ્રધાન કોઈ ઓરડો આ ક્ષેત્રમાં ર્વિજત છે.

   ઉત્તર-પૂર્વ (ઈશાન) કોણના રૂમને સ્ટોરરૂમ કદીય ના બનાવો તથા ઉત્તર-પૂર્વ (ઈશાન) કોણમાં સીડીઓ પણ ન હોવી જોઈએ. ઉત્તર-પૂર્વ (ઈશાન) કોણના રૂમમાં શૌચાલય સાવધાનીપૂર્વક બનાવવું ઉચિત છે. દક્ષિણની તરફ પાયખાનું તથા પાણીની પાઈપ તથા ટાંકી ઈશાન કોણમાં બનાવો, જેનાથી લેટ્રિન સમયે મોં ઉત્તર કે પૂર્વ કે ઈશાન કોણ તરફ હોય.

   ભવન કે ભૂખંડના મધ્યમાં વાસ્તુ નિયમાનુસાર ખુલ્લી જગ્યા તથા ભવનની ચારે તરફ ખુલ્લી જગ્યા રાખવી જોઈએ અને ભવન નિર્માણ યોજના બનાવતી વખતે ચારે તરફ છૂટી જમીન રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ રીતે ઉત્તર દિશામાં ખુલ્લી જગ્યા દક્ષિણ દિશાથી વધુ રાખવી જોઈએ તથા દક્ષિણ-પશ્ચિમમાં ભૂખંડના તળિયાની ઊંચાઈ અન્ય દિશાઓથી ઊંચી હોવી જોઈએ.

   ભૂખંડમાં ઉત્તર-પૂર્વ (ઈશાન ક્ષેત્ર)નું તળિયું સૌથી નીચું હોવું જોઈએ તથા પશ્ચિમની દિશાથી પૂર્વ દિશાના તળિયાની ઊંચાઈ ઓછી હોવી જોઈએ અને આવી રીતે ઉત્તર દિશાની ઊંચાઈ દક્ષિણ તળિયાથી નીચી હોવી જોઈએ.

   આવાસીય ભવનો ઉપરાંત ધોગિક એકમોમાં પણ વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોને અપનાવતાં ખૂબ સારાં પરિણામ મળે છે તથા કાર્યાલયમાં વિભિન્ન સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓને બેસવાનું સ્થાન પણ વાસ્તુ સિદ્ધાંત પ્રમાણે હોવાથી ખૂબ જ સારાં પરિણામ મળે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :