કોઠોરીયામાં ટી.પી. રસ્તો ખુલ્લો કરવા ડિમોલીશન

0

    કોઠારીયામાં આજે મહાપાલિકાની ટી.પી. શાખાએ ડિમોલીશન કરીને રોડ માટે જમીન ખાલી કરાવી હતી. કોઠારીયામાં આવેલી ટી.પી. ૧૨નો રોડ શ્યામસુંદર અને જમના સોસાયટી વચ્ચેના ખેતરોમાંથી પસાર થતો હતો. આ જમીનમાં દબાણ કરવામાં આવેલું હોવાથી આજે મનપાની ટીમે ડિમોલીશન કરાવ્યું હતું.

   ટી.પી. રસ્તાની જમીન ઉપર દબાણ થયેલું હોવાથી રસ્તાના કામકાજમાં અડચણ આવતી હતી. આજે ડિમોલીશન માટે ટીમ જતા લોકો એકઠાં થઈ ગયા હતા અમે માથાકુટ પણ કરી હતી. જો કે, મહાપાલિકાની ટીમે મચક આપ્યા વગર ડિમોલીશન કરીને દબાણો હટાવી રૂ.૧૮.૩૦ કરોડની જમીન ખાલી કરાવી હતી. વોર્ડ નં.૧૮માં ટી.પી. રોડ ઉપર દબાણો ખડકાયેલા છે તેને ક્રમશ હટાવવામાં આવનાર છે. કુલ ૬૧૦૦ ચો.મી. જમીન ખાલી કરાવાઈ હતી જેમાંથી તિરૂપતિ સોસાયટીની ઉતરે ૧૭૦૦ ચો.મી. અને જમના-શ્યામસુંદર વચ્ચે ૪૪૦૦ ચો.મી. જમીનમાં દબાણો હતા.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :