રેરાની નોટિસ તો નથી ને, પ્રોપર્ટી ખરીદતાં પહેલાં તપાસો

0

Home, House, Property

   લાખો કે કરોડોની પ્રોપર્ટી ખરીદતી વખતે સામાન્ય રીતે ખરીદનાર વ્યક્તિ ઇન્કમ ટેક્સના બોજાનો એન્ગલ ચેક કરતી નથી. માત્ર ટાઇટલ ક્લિયર છે કે નહીં, બેન્કનો બોજો છે કે નહીં તેની જ ખરાઈ કરાતીહોય છે. પરંતુ બેનામી એક્ટ લાગુ પડી ગયા બાદ હવે ચિત્ર બદલાયું છે. હવેથી લોકોએ આઇટીનો એન્ગલ પણ ચકાસી લેવો હિતાવહ છે. જો દસ્તાવેજ ન હોય અને પ્રોપર્ટી કબજા રસીદ કે સાટાખત પર હોય તો બેનામી એક્ટ નડી શકે છે. આઇટીમાં પ્રોપર્ટી મામલે કોઈ એન.ઓ.સી. અપાઇ રહી નથી. આથી ખરીદનારે આ સંજોગોમાં ખાસ તકેદારી રાખવાની રહે છે.

   બેનામી એક્ટનો અમલ શરૂ થયા બાદ અત્યાર સુધી શહેરમાં 40થી વધુ નોટિસ ઇશ્યુ થઈ ગઈ છે એને તેનો વ્યાપ વધે એવું માહિતી આઇટી સૂત્રો આપી રહ્યા છે.

   આ સંજોગોમાં મિલકત ખરીદતી વખતે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ખાસ કરીને એવા કેસમાં જ્યાં એસેસમેન્ટ ઓફિસરે બેનામી મિલકત માટે કલમ 24(1) હેઠળ નોટિસ ઇશ્યુ કરી હોય અને કલમ 57 હેઠળ કાર્યવાહી આગળ વધાવી હોય એ સ્થિતિમાં જો જેને નોટિસ મળી તે પ્રોપર્ટી વેચી દે તો ખરીદનાર બરાબરનો ભેરવાઈ શકે છે. કેમ કે, ખરીદનાર સોદા અગાઉ મિલકતના ટાઇટલ ચકાસે છે, બોજો ચકાસે છે, પાલિકામાં વેરા સંબંધિત તપાસ કરે છે અને વધુમાં વધુ મિલકતના પારિવારિક ઝઘડા તો નથી તે ચકાસી લે છે. પરંતુ બેનામી એક્ટ નવો હોવાથી કોઈ ધ્યાન ન આપે એ સ્વભાવિક છે.

    આ સ્થિતિમાં આઇટીમાં પણ પ્રોપર્ટી સંબંધિત કોઈ તપાસ ચાલી રહી છે કે કેમ એ ચકાસી લેવું જરૂરી છે. આઇટી અધિકારી પાસે એન.ઓ.સી. માંગી શકાય, પરંતુ બેનામી એક્ટમાં હાલ આવી કોઈ જોગવાઈ ન હોય ખરીદનાર નિરાશ થઈ શકે છે.

   સી.એ. ડેનિશ ચોકસી કહે છે કે, જો આવી કોઈ મિલકત હોય અને ખરીદનારે પેમેન્ટ કરી દીધું હોય તો ઉપરાંત નોટિસના છ મહિના વીતી ગયા બાદ આઇટીનો મામલો સામે આવે તો કોઈ વાંધો નથી. કોર્ટમાં કેસ જીતી શકાય છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :