ખોવાઈ ગયા છે ઘરના ઓરીજનલ ડોકયુમેન્ટ, આ રીતે મેળવો સર્ટિફાઈડ કોપી

0

t-1-new_1495628521_151401

   ઘરની ટાઈટલ ડીડ કે ઓરિજનલ ડોકયુમેન્ટ એક અગત્યનું લીગલ ડોકયુમેન્ટ હોય છે. તેનાથી એ સાબિત થાય છે કે આ ઘરમાં તમારો અધિકાર છે. જો તમારે ઘર કોઈને ટ્રાન્સફર કરવાનું હોય કે વેચવાનું હોય તો તેના માટે ટાઈટલ ડીલ જરૂરી ડોકયુમેન્ટ છે. ધારો કે તમારી ટાઈટલ ડીડ ખોવાઈ જાય છે કે નષ્ટ થઈ જાય છે તો તમે રજિસ્ટ્રાર પાસે તેની સર્ટિફાઈડ કોપી લઈ શકો છો. ઓરિજનલ ડીડની જગ્યાએ તેની સર્ટિફાઈડ કોપીનો ઉપયોગ ઘર વેચવા, ટ્રાન્સફર કરવા કે કોઈ બીજા હેતું માટે કરી શકાય છે. અમે તમને જણાવી રહ્યાં છે કે કઈ રીતે ટાઈટલ ડીડની સર્ટિફાઈડ કોપી તમે મેળવી શકો છો.

પોલિસમાં નોંધાવો કમ્પલેન

   જો તમારા ઘરની ટાઈટલ ડીડની ઓરિજનલ કોપી ખોવાઈ જાય તો સૌથી પહેલા તમારે વિસ્તારના પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી જોઈએ. કમપ્લેનમાં તમારે ડોકયુમેન્ટ રજીસ્ટ્રેશન નંબર અને તેની ડિટેલ આપવી જોઈએ. બાદમાં તમારે એફઆઈઆરની કોપી લેવી જોઈએ. તમે એ સુનિશ્ચિત કરો કે એફઆઈઆરની કોપીમાં પોલિસ વિભાગની સિગ્નેચર અને સ્ટેમ્પ સિવાય કમ્પલેન નંબર સ્પષ્ટ લખેલો છે. જો પોલિસ તપાસ બાદ ગાયબ ડોકયુમેન્ટને મેળવી શકશે નહિ તો તે નોન ટ્રેસેબલ સર્ટિફિકેટ ઈસ્યુ કરશે.

ન્યુઝપેપરમાં આપો જાહેરાત

   પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવ્યા બાદ તમારે ઓછામાં ઓછા બે સ્થાનિક ભાષામાં છપાતા ન્યુઝપેપરમાં જાહેરાત આપવાની રહેશે. આ સિવાય તમારે અંગ્રેજી ન્યુઝ પેપરમાં જાહેરાત આપવાની રહેશે કે તમારા ઘરની ટાઈટલ ડીડ ખોવાઈ ગઈ છે. આ જાહેરાતમાં તમારે એક નિશ્ચિત સમય જે સામાન્ય રીતે 30 દિવસનો હોય છે, તેમાં ઘર પર કલેમ ઈનાવઈટ કરવાનો રહેશે. જો 30 દિવસ બાદ પણ કોઈ કલેમ ન આવે તો તમારે વકીલ સાથે વાત કરીને આ અંગે એક લેટર ઈસ્યું કરાવવાનો રહેશે.

તૈયાર કરાવો એફિડેવિટ

   એક વાર તમારી પાસે આ ડોકયુમેન્ટ આવી ગયા બાદ તમારે ડોકયુમેન્ટ તૈયાર કરાવવાના રહેશે. એફિડેવિટમાં એ વાતનો ઉલ્લેખ થવો જોઈએ કે તમારા ઘરની ટાઈટલ ડીડ ખોવાઈ ગઈ છે અને તે એ બાબતનું ડિકલેરેશન છે કે એફિડેવિટમાં આપવામાં આવેલું કન્ટેન્ટ સાચું છે. એફિડેવિટમાં ઘરની ડિટેલ, એફઆઈઆર નંબર, ન્યુઝ પેપરમાં આપેલી જાહેરાતની ડિટેલે હોવી જોઈએ. એફિડેવિટ તૈયાર કર્યા બાદ તમે કોઈ લીગલ એકસપર્ટ કે નોટરીની મદદ લઈ શકો છો.

સર્ટિફાઈડ કોપી માટે કરો અરજી

   તેના માટે તમારે સબ રજીસ્ટ્રાર ઓફિસ જવાનું રહેશે, જયાં પ્રોપર્ટીને રજીસ્ટર કરવામાં આવી છે. તમે અરજીની સાથે ઘર પર માલિકીના હક માટે સપોર્ટિંગ ડોકયુમેન્ટ જેમ કે પાણી, વિજળી અને ટેલિફોન બિલ પણ લગાવી શકો છો. તમે એક નિશ્ચિત રકમની ચુકવણી કરીને સર્ટિફાઈડ કોપી માટે અરજી કરી શકો છો.દરેક રાજયમાં આ રકમ અલગ-અલગ છે. અરજી કર્યાના થોડા દિવસો બાદ રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટાઈટલ ડીલની સર્ટિફાઈડ કોપી લઈ શકાય છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :