સહમાલિક વિભાજન માગ્યા વિના સંયુક્ત મિલકતમાં રહેલ હિસ્સાના અમલ અંગેનો દાવો કરી શકે છે

0

7-29

લેખાંક-૧

  પાર્ટિશન એ સંયુક્ત કુટુંબની મિલકતની સાથે સાથે કુટુંબ તરીકેના દરજ્જાને અલગ કરે છે, જ્યારે કૌટુંબિક વહેંચણ દ્વારા સંયુક્ત કુટુંબની મિલકતનો શ્રેષ્ઠ અને સગવડતાર્યો વપરાશ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે ખરા અર્થમાં કૌટુંબિક વહેંચણથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજ્જો અલગ થતો નથી, પરંતુ પાર્ટિશનથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજ્જો પણ અલગ થઈ જાય છે. કૌટુંબિક વહેંચણ હેઠળ H.U.Fની મિલકત પૈકી એક ચોક્કસ ભાગનો કબજો ભોગવટો ધરાવનાર H.U.F.નો સભ્ય પાર્ટિશન માટે કોર્ટને અરજી કરી શકે છે અને તે પરિપ્રેક્ષ્યમાં કોર્ટ પણ અગાઉ થયેલ કૌટુંબિક વહેંચણને ધ્યાને લઈ શકે છે. કાયદેસરનું પાર્ટિશન થઈ ગયા બાદ અન્ય હિસ્સેદારોનું ટાઈટલ તે સભ્યને મળેલ ચોક્કસ ભાગ પૂરતું સમાપ્ત થાય છે.

   પરંતુ સંયુક્ત કુટુંબની મિલકતના સહ-માલિકે વિભાજન માટે દાવો કરવાની જરૂર નથી, પરંતુ આવો સહ-માલિક વિભાજન માગ્યા વિના સાદી રીતે પણ સંયુક્ત મિલકતમાં રહેલ હિસ્સા પરત્વેના અધિકારનો અમલ કરાવવાનો દાવો દાખલ કરી શકે છે, તે એવા આધાર ઉપર કે મિલકત સંયુક્ત કુટુંબની મિલકત છે.

   તેવો સિદ્ધાંત નામદાર દિલ્હી હાઈકોર્ટ દ્વારા પ્રીતિન્દર સિંઘ થાપર વિરુદ્ધ હરદીપ સિંઘ થાપર અને બીજા, રેગ્યુલર ફર્સ્ટ અપીલ નં. ૭૧૬/૨૦૧૭ના કામે તા. ૧૩-૧૨-૨૦૧૭ના રોજ આખરી હુકમ કરી પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટ્સ (LLJ), વોલ્યુમ-૧, ઇશ્યૂ-૬, જૂન-૨૦૧૮, પાનાં નં. ૫૨૫) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

   દીવાની કાર્યરીતિ સંહિતા, ૧૯૦૮ (સી.પી.સી.)ની કલમ ૯૬ હેઠળની આ રેગ્યુલર પહેલી અપીલ વાદી દ્વારા ટ્રાયલ કોર્ટના તા. ૧૧-૦૭-૨૦૧૭ના રોજના ચુકાદાને પડકારીને દાખલ કરવામાં આવેલ છે, કે જે વડે ટ્રાયલ કોર્ટે દાવો ચાલવાપાત્ર નહીં હોવાનું જણાવી રદ કર્યો. ટ્રાયલ કોર્ટે ઠરાવ્યું હતું કે,અપીલકર્તા /વાદી દ્વારા દાખલ જાહેરાત, વેચાણ દસ્તાવેજના રદ્દીકરણ, કાયમી મનાઈહુકમ અને કબજાની દાદ માગતો ાવો વિભાજનની ાદાદ માગવાના અભાવમાં ચાલવાપાત્ર નહોતો. તેથી દાવાઅરજી તા. ૧૧-૦૭-૨૦૧૭ના રોજના વિવાદી ચુકાદા વડે નામંજૂર કરવામાં આવી હતી. દાવાઅરજી પક્ષ નિવેદનોના તબક્કે નામંજૂર કરવામાં આવેલ છે. એટલે કે કોઈ મુદ્દા ઘડવામાં આવ્યા નહોતા. પુરાવા રજૂ થયા નહોતા અને દાવો ટ્રાયલ બાદ આખરી દલીલોના તબક્કે નિર્ણીત કરવામાં આવ્યો નહોતો.

   ટ્રાયલ કોર્ટ સમક્ષ અપીલકર્તા / વાદીનો દાવો એવો હતો કે, ૨૯૪ ચો. યાર્ડ ક્ષેત્રફળવાળા પ્લોટ ઉપર આવેલ મકાન નં. એ-૭૮, માલવિયાનગર, નવી દિલ્હી ખાતે આવેલ દાવાવાળી મિલકત અપીલકર્તા / વાદીના પિતા અને બચાવકર્તા નં. ૧ અને ૨ (પ્રતિવાદી નં. ૧ અને ૨) દ્વારા માલિકી હકે ધરાવાયેલ હતી. અપીલકર્તા/ વાદી અને બચાવકર્તા નં.  ૧ અને ૨ (પ્રતિવાદી નં. ૧ અને ૨) ભાઈઓ છે. દાવાઅરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, પિતા, કેપ્ટન (ડો.) કે. એસ. થાપરના બિનવસિયતી અવસાન ઉપર અપીલકર્તા / વાદી અને બચાવકર્તા નં. ૧ અને ૨ (પ્રતિવાદી નં. ૧ અને ૨) દાવાવાળી મિલકતના સહ-માલિકો બન્યા હતા કે જે વારસાઈ વડે તેમની ઉપર સંક્રમિત થઈ હતી. અપીલકર્તા/ વાદી અને બચાવકર્તા ન. ૧ અને ૨ (પ્રતિવાદી નં. ૧ અને ૨)ની વચ્ચે ક્યારેય પણ વિભાજન થયું નહોતું, પરંતુ તેમ છતાં બચાવકર્તા નં. ૧ (પ્રતિવાદી નં. ૧)નાએ ખોટી રીતે દાવાવાળી મિલકતનો બીજો માળ બચાવકર્તા નં. ૩ (પ્રતિવાદી નં. ૩)ને વેચાણે આપ્યો હતો અને તે બચાવકર્તા નં. ૩ (પ્રતિવાદી નં. ૩)નાએ ત્યાર બાદ બીજો માળ બચાવકર્તા નં. ૪ (પ્રતિવાદી નં. ૪)ને વેચાણે આપ્યો છે. દાવાઅરજી મુજબ નિવેદન એવું છે કે, છેક તા. ૩૦-૫-૨૦૦૭ના રોજ અપીલકર્તા/ વાદીને દાવાવાળી મિલકતના બીજા માળના પ્રથમ વર્ષ ૨૦૦૩માં બચાવકર્તા નં. ૩ (પ્રતિવાદી નં. ૩)ને થયેલ વેચાણ અને ત્યાર બાદ વર્ષ ૨૦૦૭માં બચાવકર્તા નં. ૪ (પ્રતિવાદી નં. ૪)ને કરવામાં આવેલ વેચાણના વ્યવહાર અંગે જાણ થઈ હતી.

   અપીલકર્તા/ વાદીએ ખરીદીના અગ્રહકના અધિકારની પણ રજૂઆત કરી હતી અને ખરીદીનો તે અગ્રહક કાનૂની રીતે હિંદુ વારસા અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૨૨ના કારણે ઉદ્ભવશે કે જે જોગવાઈ કરે છે કે, વડીલની મિલકત વડીલના કાનૂની વારસો ઉપર સંક્રમિત થાય તેવા કિસ્સામાં જ્યારે એક કાનૂની વારસ તેનું વેચાણ કરે છે ત્યારે તેણે સૌ પ્રથમ પોતાનો હિસ્સો ખરીદવાનો  પ્રસ્તાવ ફરજિયાતપણે મિલકતના અન્ય કાનૂની વારસોને આપવો જોઈએ.

   નામદાર દિલ્હી હાઈકોર્ટને એ બાબતને નિર્ણય કરવાનું જણાવવામાં આવેલ કે, શું જે રીતે ઘડવામાં આવેલ છે તે રીતે દાવો ચાલવાપાત્ર છે કે, કેમ એટલે કે શું એક અવિભક્ત મિલકતના બીજા માળવાળા વિશેષ ભાગ માટે કરવામાં આવેલ વેચાણ દસ્તાવેજને રદ કરવાની દાદ માગવા સાથે દાખલ દાવો વિભાજનની દાદ માગ્યા વિના ચાલવાપાત્ર છે અને વધુમાં શું પ્રશ્નવાળો દાવો સમયમર્યાદા અધિનિયમના આર્િટકલ ૯૭ મુજબ સમયમર્યાદા વડે પ્રતિબંધિત બનશે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :