વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કર્યું હોય તો તેથી વસિયત ગેરમાન્ય બની જતી નથી

0

rera 42_549963370re-ll property, low

   વીલ યાને વસિયતનામું, વીલ કરનારના પોતાની મિલકત વિશેના ઈરાદા કે ઈચ્છા મુજબની જાહેરાત તરીકે ઓળખાવી શકાય. વીલ એ અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે ”ઈચ્છા”. કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેની પોતાની મિલકત કોને મળે અને તેવી વ્યવસ્થા કઈ રીતે થાય તે માટેનો કોઈ લેખ યા દસ્તાવેજ કોઈ વ્યક્તિ બનાવે તો તે વીલ યા વસિયતનામું કહેવાય.

   વીલ અથવા વસિયત એ વ્યક્તિએ તેના મરણ સમયે અથવા મરણ પછી અમલમાં લાવવા ધારેલ ચોક્કસ ઈરાદા-ઈચ્છાનું નિશ્ચિત રીતે કરેલ જાહેરાત છે, કાયદા મુજબ વારસ અથવા વહીવટકારની નિમણૂક કરવી તેને વસિયત કહેવાય. જો કોઈ વ્યક્તિ પોતાની હતાયી દરમિયાન વીલ યાને વસિયતનામું તૈયાર કરી ગયેલ ન હોય તો તેની મિલકત માટે વારસાઈ ધારો લાગુ પડે છે.

   વીલનો અમલ વીલ કરનાર વ્યક્તિ ગુજરી ગયા બાદ જ થઈ શકે છે. આમ વીલ એટલે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ વીલ કરનાર વ્યક્તિની ઈચ્છા મુજબ તેની પોતાની સ્વપાર્જિત સ્થાવર તથા જંગમ મિલકતોની વહેંચણી યા વ્યવસ્થા કરવા માટેનો કાયદેસરનો દસ્તાવેજ કે લેખ. વીલની નોંધણી ફરજિયાત નથી યાને વીલ સાદા કાગળ ઉપર પણ લખી શકાય છે. આમ છતાં કોઈએ વીલને રજિસ્ટર્ડ કરાવવું હોય તો તે સબ-રજિસ્ટ્રાર સમક્ષ કરાવી શકે છે. વીલ રજિસ્ટર્ડ કરાવવા માટે કોઈ સ્ટેમ્પ વાપરવાની જરૂર નથી. વીલ યાને વસિયતનામાનો દસ્તાવેજ કાગળ પર હાથથી લખેલ કે ટાઈપ થયેલ હોવો જોઈએ. વીલ યાને વસિયતનામા પર બે પુખ્ત વયની વ્યક્તિઓની સાક્ષી તરીકે સહીઓ હોવી જોઈએ.

   વીલ-વસિયતનામાના દસ્તાવેજ પર વસિયત કરનારે જાતે સહી કરી હોવી જોઈએ. જો વસિયતકર્તા સહી કરવા સમક્ષ ન હોય તો તેના અંગૂઠાના નિશાન હોવું જોઈએ. વીલના સાક્ષીઓએ વસિયત કરનારને વસિયતનામા પર સહી કરતા જોયેલા હોવા જોઈએ. વીલના સાક્ષીઓએ વસિયતકર્તાની હાજરીમાં સહી કરેલ હોવી જોઈએ. હાલના સંજોગોમાં વીલ યાને વસિયતનામાના દસ્તાવેજના દરેક પાના પર સહી હોઈ એ સલાહભર્યું છે. વીલમાં જે સાક્ષીઓની સહી લેવામાં આવે તે વસિયતકર્તાથી નાની ઉંમરના હોય તે હિતાવહ છે. વીલ ગમે તેટલી વખત બનાવી અથવા બદલી શકાય છે.

   વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કર્યું હોત તો તેથી વસિયત ગેરમાન્ય બની જતી નથી. જો એક વ્યક્તિ તેણી અથવા તેઓ હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કરે છે તો દસ્તાવેજની મિલકતમાના તેમના હિસ્સા ઉપર આધારિત હોતી નથી, કે જેના માટે તે વ્યક્તિ હક્કદાર જણાય. જો તેણી એક ચોક્કસ હિસ્સા માટે હક્કદાર જણાય છે તો વસિયત હેઠળ કથિત હિસ્સો પ્રથમ જેઓ ઉત્તરદ્યાન ગ્રહિતા છે તેઓને જશે. પરંતુ વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કર્યું હોત તો તેથી વસિયત ગેરમાન્ય બની જતી નથી. તેવો સિદ્ધાંત નામદાર મદ્રાસ હાઈકોર્ટ દ્વારા કરુપ્પન્ના ગોન્ડર વિરુદ્ધ સુબ્રમનિયન, લક્ષ્મી, અપીલ સ્યુટ નં.:૬૮૦/૨૦૦૯, મિસિલેનિયસ પિટિશન નં.:૧/૨૦૧૧, ક્રોસ ઓબ્જેક્શન નં.:૬૦/૨૦૧૭ના કેસમાં તારીખઃ ૦૧-૦૮-૨૦૧૭ના રોજના હુકમથી તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. (લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૧૨, ડિસેમ્બર-૨૦૧૭, પાના નં.૧૦૩૭) આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

   આ કેસમાં નામદાર મદ્રાસ હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, આ કેસમાં માત્ર મિલકતોના પ્રકાર તેમજ પક્ષકારો કેટલો હિસ્સો મેળવવા હક્કદાર બનશે તેની સાથે જ ચિંતિત છે. અન્નાર્પૂિન વિ.જાનકી, ૧૯૯૫(૧) (એલ.ડબ્લ્યૂ.) ૧૪૧ના કેસમાં ઠરાવ્યું છે કે, વિભાજનના દાવામાં પ્રતિવાદી એકતરફી (ગેરહાજર) રહે તો પણ કોર્ટે એવું હુકમનામું મંજૂર કરવાનું રહે છે કે જે કાયદાના અનુસંધાનમાં હોય.

   વિદ્વાન ટ્રાયલ જજ સાહેબે વસિયતને ગેરમાન્ય ઠરાવી છે તે એકમાત્રે એવા આધાર ઉપર કે, વસિયત તમામે-તમામ મિલકતો સાથે કામ લે છે. તેથી તેને કાયદેસર તરીકે ગણી શકાય નહીં. આ સંબંધમાં ટ્રાયલ કોર્ટનો અભિગમ સાચો નથી. જો એક વ્યક્તિ તેણી અથવા તેઓ હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કરે છે તો દસ્તાવેજની કાયદેસરના મિલકતમાના તેમના હિસ્સા ઉપર આધારિત હોતી નથી, કે જેના માટે તે વ્યક્તિ (નાલ્લામ્મલ) હક્કદાર જણાય. જો તેણી એક ચોક્કસ હિસ્સા માટે હક્કદાર જણાય છે તો વસિયત હેઠળ કથિત હિસ્સો પ્રથમ પ્રતિવાદી કે જેઓ ઉત્તરદ્યાન ગ્રહિતા છે તેઓને જશે. તેથી, ટ્રાયલ કોર્ટનું એવું તારણ કે, આંક બી-૬ તરીકે કરવામાં આવેલ વસિયત સાચી અને કાયદેસર નથી તે પણ ચલાવી શકાય નહીં.

   આથી નામદાર હાઈકોર્ટે ઠરાવેલ કે, દાવાની બીજી વિગતવાળી મિલકત પણ સંયુક્ત કુટુંબની માલિકીની છે, વાદી દાવાની બંને વિગતોવાળી મિલકતોમાં અડધો હિસ્સો મેળવવા હક્કદાર બનશે. સ્વીકાર્યપણે રામાસામી ગોન્ડર હિંદુ વારસા અધિનિયમ, ૨૦૦૫નો ૩૯મો અધિનિયમ અમલમાં આવ્યા બાદ તા.૩૦-૧૧-૨૦૦૫ના રોજ અવસાન પામ્યા હતાં અને તેથી બીજા પ્રતિવાદી, પ્રથમ પ્રતિવાદી તેમજ રામાસામી ગોન્ડરની સાથે સાથે તા.૦૯-૦૯-૨૦૦૫ના રોજ અને ત્યારબાદથી સમાંશિત બને છે. તેથી, રામાસામી ગોન્ડરનો અડધો હિસ્સો પ્રથમ પ્રતિવાદી, મૃતક રામાસામી ગોન્ડર અને બીજા પ્રતિવાદી વચ્ચે વિભાજિત થવો જોઈશે અને તેઓ પૈકીના પ્રત્યેક ૧/૬ હિસ્સો મેળવવા હક્કદાર બનશે.

   રામાસામી ગોન્ડરના અવસાન ઉપર તેમનો ૧/૬ હિસ્સો પ્રતિવાદી નં.૧થી ૩ ઉપર સંક્રમિત થશે. તેઓ પૈકીના પ્રત્યેક (૧/૬નો ૧/૩)૧/૧૮ હિસ્સો મેળવશે. તેથી, પ્રથમ પ્રતિવાદી અને બીજા પ્રતિવાદી ૧/૬ + ૧૮ એટલે કે, ૪/૧૮ હિસ્સો મેળવશે, ત્રીજા પ્રતિવાદી ૧/૧૮ હિસ્સો મેળવશે અને જો કે, વાદી ૯/૧૮ હિસ્સો મેળવશે. આંક બી-૬ તરીકે આંકે પડાયેલ નલ્લામ્મલ દ્વારા કરવામાં આવેલ વસિયતના પરિપેક્ષણમાં, ત્રીજા પ્રતિવાદીનો ૧/૧૮ હિસ્સો પ્રથમ પ્રતિવાદીને જશે. તેથી, દાવાવાળી મિલકતોમાં વાદી ૯/૧૮ હિસ્સા માટે અને બીજા પ્રતિવાદી ૪/૧૮ હિસ્સા માટે હક્કદાર બનશે. આથી નામદાર મદ્રાસ હાઈકોર્ટે હાલની આ અપીલ મંજૂર કરેલ અને ટ્રાયલ કોર્ટના ચુકાદા અને હુકમનામા સેટ-એસાઈડ કરેલ તેમજ જાહેર કરેલ કે વિભાજનનું પ્રાથમિક હુકમનામું થશે તે એવું જાહેર કરીને કે, વાદી દાવાની બંને વિગતોવાળી મિલકતોમાં ૯/૧૮મો હિસ્સો મેળવવા હક્કદાર છે અને બીજા પ્રતિવાદી તે રામાસામી ગોન્ડરની દીકરી દાવાની બંને વિગતોવાળી મિલકતોમાં ૪/૧૮ હિસ્સો મેળવવા હક્કદાર બનશે.

   આ કેસ ઉપરથી ફલિત થાય છે કે, વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કર્યું હોત તો તેથી વસિયત ગેરમાન્ય બની જતી નથી. જો એક વ્યક્તિ તેણી અથવા તેઓ હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કરે છે તો દસ્તાવેજની કાયદેસરતા મિલકતમાના તેમના હિસ્સા ઉપર આધારિત હોતી નથી, કે જેના માટે તે વ્યક્તિ હક્કદાર જણાય. જો તેણી એક ચોક્કસ હિસ્સા માટે હક્કદાર જણાય છે તો વસિયત હેઠળ કથિત હિસ્સો પ્રથમ જેઓ ઉત્તરદ્યાન ગ્રહિતા છે તેઓને જશે. પરંતુ વસિયતકર્તાએ પોતે હક્કદાર હોય તેના કરતાં વધારાની મિલકતોનું ઉત્તરદ્યાન કર્યું હોત તો તેથી વસિયત ગેરમાન્ય બની જતી નથી.

(સંદર્ભ : લેન્ડ લોઝ જજમેન્ટસ (LLJ), વોલ્યુમ-૨, ઈશ્યૂ-૧૨, ડિસેમ્બર-૨૦૧૭, પાના નં.૧૦૩૭)

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :