એક મિલકતના બે દસ્તાવેજ

0

     જમીન મિલકતોના ભાવો ટૂંકા સમયગાળા દરમિયાન વધી જતાં, ખોટું કરવાની અયોગ્ય નેમ, કાયદાની  અપુરતી સમજ કે અન્ય કોઈ કારણોસર આવા વ્યવહારો મોટેભાગે જાણી જોઈને કરવામાં-કરાવવામાં આવતા હોય છે. આવા વ્યવહારો માટે નિયત થયેલા સમયમાં નહિ થયેલી અવેજની  ચૂકવણી, સહભાગીદારો પૈકી અમુક વ્યકિતઓએ કરેલા સંપૂર્ણ મિલકતના વ્યવહારો, કૌંટુબિક ક્લેશ-કલહ જેવા અનેક કારણો જવાબદાર હોય છે. મોટા ભાગના કેસોમાં દાવા-દુવી પ્રકરણો થાય ત્યારે મિલકતના ટાઈટલ ઘાંચમાં પડે. જેના કાનુની ચુકાદા આવતા ખૂબ લાંબો સમય નીકળી જતો હોય છે.

એક દસ્તાવેજ પર બીજા દસ્તાવેજના કિસ્સાઓ. :

     સાટાખત થયેલો હોય અને તેના અમલ વગર અધુરા વ્યવહારે અન્યને મિલકત વેચાણ કરી દેવાઈ હોય. મૂળ માલિકે જ એકથી વધુને એક જ મિલકતના  વ્યવહારો કરી આપી નાણાં મેળવી લીધા હોય છે. દસ્તાવેજ કરી આપનારાની મિલકતની માલિકી જ ન હોય અને વેચાણ કે એવા પ્રકારના વ્યવહારો કરી લખાણો અથવા દસ્તાવેજો કરાવી આપ્યા હોય.

     વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય પણ રેકોર્ડ ઓફ રાઈટસમાં મૂળ માલિકોના નામો ચાલતા હોય ત્યારે છેતરપિંડી કરીને ફરી દસ્તાવજો બનાવાતા હોય છે. આ પ્રકારના અમુક કેસોમાં વેચાણ કરી આપનારાનું અવસાન થાય ત્યારે  રેકોર્ડ ઓફ રાઈટસમાં વારસાઈ કરાવી તેના વારસદારો અન્યોને ફરીથી પોતાની સહીથી દસ્તાવેજો કરી આપતા હોય છે.

     મૂળ માલિકે કોઈકને પાવર ઓફ એટોર્ની લખી આપેલ હોય. કુલમુખત્યારધારકે વેચાણ કે તેવા પ્રકારના વ્યવહારો પાવર ઓફ એટોર્નીના આધારે કરી આપેલા હોય. મૂળ માલિકે પણ જાતે પ્રત્યક્ષ રીતે દસ્તાવેજો કરી આપેલા હોય છે.

દસ્તાવેજની કાયદેસરતા :

     દસ્તાવેજ થયેલો હોય અને તેનો માલિક માન્ય કોઈને ફરીથી દસ્તાવેજ કરી આપે તેવા કિસ્સામાં સામાન્યતઃ સામાન્ય કાયદાના મૂળભૂત સિધ્ધાંત મુજબ પહેલાં દસ્તાવેજ કરાવી લેનારાના હક્ક વધુ સારા મજબૂત અને યોગ્ય હોય છે

     કોઈ પણ મિલકતની વેચાણ કિંમતની સંપૂર્ણ લેવડ-દેવડ કબજાની સોંપણી અને કાયદેસરના રજીસ્ટર્ડ દસ્તાવેજો કરાવનારાના હક્કો વધુ સારા અને પુરાવાની દ્રષ્ટિએ પુરવાર કરી શકાય તેવા હોવાના કારણે તે પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય અને કાયદેસરના કહેવાય.

     મૂળ માલિકે ત્યાર બાદ માન્ય કોઈને વળતર વેચાણ દસ્તાવેજ લઈને કે માન્ય રીતે ફરીથી તે જ મિલકતનો દસ્તાવેજ કરી નાખ્યો હોય તો તે નિરર્થક છે. કાયદાના મૂળભૂત સિધ્ધાંત મુજબ પ્રથમ વખત વેચાણ કર્યા બાદ તેના મૂળ માલિક પાસે સદર (જે-તે) મિલકતના કોઈપણ રાઈટસ-ટાઈટલ બચતા ન હોય તેવા સંજોગોમાં તે વ્યકિતી માન્યને તે હસ્તાક્ષર કરી જ નહિ શકે, અને જો આવો વહેવાર તે કરે તો તે પ્રથમથી જ ખોટો અને રદ થવા પાત્ર વહેવાર ગણાય.

     આપણા દેશમાં અલગ-અલગ ભાષા, તે મુજબના રાજ્યો, રીતી રિવાજો, જ્ઞાતિ ધર્મ મુજબના રૂઢિઓના કારણે કયારેય પણ કાનુની રીતે એક મતતા રહેતી નથી. તેવા સંજોગોમાં અનેક દાવા પ્રકરણો ઉપસ્થિત થતા હોય છે. આવા કેસમાં ઉચ્ચ ન્યાયાલયના પણ મત-મતાંતર અલગ-અલગ છે.

     ઉપર જણાવ્યા મુજબના અનેક પ્રકારના કિસ્સાઓ અલગ-અલગ ઉપસ્થિત થતા હોય છે. જે માટે કોઈ એક કાયદો નથી તેના માટે સમય, સ્થળ, સ્થિતિ, પુરાવા વગેરે જેવા પરિબળો ધ્યાનમાં લઈ યોગ્ય કાનુની સમજના પરીઘમાં રહીને ન્યાયાલયો-કોર્ટ યા તેના આનુસંગીક કચેરીઓના અમલદારો ન્યાય કરી ચુકાદાઓ આપતા હોય છે. જેને પ્રાદેશિક રાજયાભિક કે કેન્દ્રીય કોર્ટ કચેરીઓમાં એપેલેટ ઓથોરિટી અથવા કોર્ટોમાં પડકારાતા હોય છે. જેના કારણે ઘણીવાર તેમજ મોટા ભાગે ન્યાય મેળવવાની ખેવના સાથે વ્યકિતઓની પઢીઓ બદલાઈ જતી હોય છે.

Share :
Share :

Leave A Reply

Share :