Indoor Planting: ડેકોરેશનની સાથે ઘરને ઠંડક આપે છે આ છોડ

0

0001

   ઘર બનાવતા સમયે દરેક લોકો ઇચ્છે છે કે ઘરમાં નાનું ગાર્ડન હોય. કેટલાક લોકો ઘરની બહાર ગાર્ડન બનાવી લે છે. પરંતુ જગ્યા ઓછી હોવાના કારણે આજકાલ ખાસ કરીને લોકો ઇન્ડોર પ્લાન્ટિંગ કરે છે. જેનાથી ઘરની ડેકોરેશનની સાથે-સાથે તેને તાજગી અને ઇકો-ફ્રેન્ડલી ટચ પણ મળી જાય છે. ઇન્ડોર પ્લાન્ટિંગ માટે તમને વધારાની સ્પેસનું ટેન્શન પણ લેવું પડશે નહીં. એવામાં આજે અમે તમને કેટલાક એવા છોડ અંગે જણાવવા જઇ રહ્યા છો. જે ઘરની શોભા વધારવાની સાથે-સાથે એર પ્યોરીફાયરનું કામ પણ કરે છે. ગરમીમાં આ છોડ ઘરને ફ્રેશ રાખવાની સાથે જ તમને તાજગીનો અનુભવ કરાવશે અને હવાને પણ સાફ કરશે.

ઇન્ડોર પ્લાન્ટિંગમાં લગાવો આ છોડ

એલોવેરા

0002

   અગાશી હોય કે ઘરનો મેઇન રૂમ જેમા તમે નાનામાં નાના કૂંડામાં એલોવેરા પ્લાન્ટ લગાવીને ઘરની સુંદરતા વધારી શકો છો. ઘરની સુંદરતા વધારવાની સાથે-સાથે એલોવેરા પ્લાન્ટ હવાને પણ શુદ્ધ કરે છે. જેનાથી ઘરમાં તાજી અને પ્રદુષણરહિત હવા આવે છે. આ છોડને તમે ઘરના તે ખૂણામાં રાખી શકો છો જ્યાં થોડોક તડકો આવતો હોય.

બામ્બુ પ્લાન્ટ

0003

   હળવાલ ભેજ વાલા આ છોડને તમે ઘરને કોઇપણ ખૂણામાં લગાવી શકો છો. આજકાલ લોકો ડેકોરેશન કરવા માટે આ પ્રકારના છોડ લગાવે છે. તમે આ છોડને ઘરના રૂમ કે લિંવિંગ રૂમમાં લગાવી શકો છો. આ પ્લાન્ટ હવામાંથી બેનજીન, ફોર્મલડીહાઇડ અને ટ્રાઇક્લોરોથીન જેવા રસાયણોથી દૂર રાખે છે. સાથે જ તે હવામાં બેદ અને વાતાવરણને ઠંડુ રાખે છે.

રબર પ્લાન્ટ

0004

   સહેલાઇથી ઉગવા વાળો આ પ્લાન્ટ ઘરની હવામાંથી ઝેરી તત્વો, ખાસ કરીને ફોર્મલડીહાઇડને દૂર રાખે છે. તમે આ પ્લાન્ટને અગાથી કે ઘરની અંદરની શોભા વધારવા માટે ઉપયોગ કરી શકો છો. જ્યાથી પણ સૂરજનો પ્રકાશ સારો આવતો હોય ત્યા આ પ્લાન્ટ રાખી શકો છો.

એરક પ્લાન્ટ

0005

   ઘરની અંદર લગાવેલ આ પ્લાન્ટ ખૂબ સુંદર લાગે છે એટલી જ તેજીથી આ હવાને પણ શુદ્ધ કરે છે. આ હવાના હાનિકારક રસાયણોને સાફ કરીને વાતાવરણમાં ભેજ બનાવી રાખે છે. જેનાથી ગરમીમાં પણ આ પ્લાન્ટથી ઘરમાં ઠંડક અને તાજગી યથાવત રહે છે.

સ્નેક પ્લાન્ટ

0006

   સફેદ કે પીળા રંગના પાંજડા વાળા આ પ્લાન્ટથી તમે તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો. તે સિવાય આ પ્લાન્ટ વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ તેની અંદર લઇ લે છે. આ પ્લાન્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :