ITને બેનામી પ્રોપર્ટી, ટેક્સ કલેકશનના ટાર્ગેટ પૂરા કરવા CBDTનો આદેશ જારી

0

   હિસાબી વર્ષ પુરુ થવાને હવે ત્રણ મહિનાનો જ સમય બાકી છે. ત્યારે CBDT હોદ્દેદારોએ દેશભરના પ્રિન્સીપલ અને ચીફ ઇનકમ ટેક્સ કમિશનરો સાથે વીડિઓ કોન્ફરન્સ કરી ટેકસ કલેકશનનો ટાર્ગેટ પુરો કરવાના સુચનો આપ્યા હતા. સાથે સાથે વધુમાં વધુ બેનામી પ્રોપર્ટી શોધવા ઉપરાંત કરદાતાઓની પરેશાની ઓછી કરવા અને તેમને આયકર વિભાગની ઓફીસના ધક્કામાંથી મુક્ત કરાવવા માટે ઇ-એસેસમેન્ટ પર ખાસ ભાર મુકવા સુચનો કરવામાં આવ્યા છે. CBDT અધિકારીઓએ દરેક રાજ્યના સિનિયર ઓફીસરો પાસેથી ટેક્સ કલેક્શન અને રિફંડની વિગતો મેળવી હતી. .

   નોટબંધી અને GSTના અમલનને લઇને દેશભરમાં ઇનકમ ટેક્સ ઓફિસરોને દિલ્હીથી સોંપાયેલો ટાર્ગેટ પુરો થશે કે કેમ? તેની ચિંતા સતાવી રહી છે. ત્યારે જ CBDTના હોદ્દેદારોએ દેશના સિનિયર ઇનકમ ટેક્સ ઓફિસરો સાથે વિડીઓ કોન્ફરન્સ કરી જરૂરી સુચનો કર્યા હતા. સાથે સાથે તમામની કામગરીની વિગતવાર માહિતી મેળવી હતી.CBDT દ્વારા તમામ અધિકારીઓને બેનામી પ્રોપર્ટી શોધી ટાંચમાં લેવા માટે આદેશ આપ્યા હતા. નોટબંધી બાદ દેશમાં જે ભ્રષ્ટ અધિકારીઓ અને જેમની પાસે બેસુમાર કાળું નાંણું છે. તેમણે તમામ બ્લેક મની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી દીધા છે. માટે જ આવી બેનાની પ્રોપર્ટી શોધવા માટે અધિકારીઓને સુચના અપાઇ છે.

    ગુજરાતમાંથી કરોડો રૂપિયાની બેનામી પ્રોપર્ટી શોધી કાઢીને ટાંચમાં પણ લેવામાં આવી છે. આ ઉપરાંત એવા કરદાતાઓ કે જેમની વિગતોની સ્ક્રૂટીની કરીને અધિકારીઓ એસેસમેન્ટ કરી રહ્યા છે. તેવા કરદાતાઓને આયકર ઓફિસમાં જવું જ ન પડે તેના માટે ઇએસેસમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અધિકારી જેતે ક્વેરી કરદાતા કે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ઇ-મેઇલ દ્વારા જણાવે છે. જેનો ખુલાસો પણ ઇ-મેઇલ દ્વારા જ કરવામાં આવતો હોવાથી કરદાતાને આયકર વિભાગમાં જવું પડતું નથી..

   ઇ-એેસેસમેન્ટની કામગીરીના મોનીટરીંગ માટે પણ એક ખાસ કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં કોઇ અધિકારી કરદાતા પાસેથી ખોટી રીતે બીન જરૂરી વિગતો માંગતો હોય તો તરત જ એસેસમેન્ટ અન્ય અધિકારીને સોંપવાની જોવાઇ છે. જેના ઉપર ખાસ ભાર મુકવા માટે સુચના આપવામાં આવી છે..

   CBDTએ અધિકારીઓને TDS કાપીને સરકારી તીજોરીમાં જમા ન કરાવતી કંપનીઓ સામે કડક પગલાં લેવા આદેશ આપવામાં આવ્યા છે..

Share :
Share :

About Author

Leave A Reply

Share :