InvITs-REITs ડેટ સિક્યોરિટીઝ ઇશ્યુ કરવા મંજૂરી પોઝિટીવ

0

   નિયામ કસેબીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (InvITs ) અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ ( REITs)ને ડેટ સિક્યોરિટીઝ દ્વારા ફંડ ઊભું કરવા દેવાની મંજૂરી આપી છે હકારાત્મક પગલું છે, કારણ કે એનાથી વધુ ફન્ડિંગ ઉમેરાશે અને માળખું વધુ સરળ બનાવશે.

   INVIT REITsને બોન્ડ દ્વારા ફંડ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે માળખું સરળ બનાવશે અને રોકડપ્રવાહ રહેશે. જોકે રૂઢિને અમલમાં મૂકવા માટે ભારતીય ટ્રસ્ટસ એક્ટમાં સુધારો કરવાની જરૂર છે. સુધારાની ટેક્સની ક્ષમતામાં વધારો થશે, કેમ કે INVIT REITs ઓછા ખર્ચે બોન્ડ ઇશ્યુ કરી શકશે અને એસપીવીને ટૂંકા ગાળાની ભંડોળની જરૂરિયાત કેટલાંક માર્જિન સાથે ધિરાણ કરી શકશે.

   સેબીના બોર્ડે REITs અંતર્ગત હોલ્ડિંગ કંપનીઓ અને એસપીવી (સ્પેશિયલ પર્પઝ વેહિકલ)ને પણ ધિરાણ કરવાની મંજૂરી આપી છે. જેથી REITsને તેની હોલ્ડિંગ કંપનીઓ અને એસપીવીની ટૂંકા ગાળાના ભંડોળની જરૂરિયાતો માટે રાહત મળશે. વધુમાં સેબીએ REITsને ઓછામાં ઓછી બે પ્રોપર્ટીઝમાં રોકાણ કરવાની અગાઉની જરૂરિયાતની સામે સિંગલ એસેટની મંજૂરી આપી છે. જોકે એક પ્રોપર્ટીમાં રોકાણ કરેલી રકમ કુલ એસેટના મૂલ્યના 60 ટકાથી વધુ ના હોવી જોઈએ.

Share :
Share :

About Author

Leave A Reply

Share :