GTUને ગાંધીનગર જિલ્લાના લેકાવાડા ગામે ૧૦૦ એકર જમીનની ફાળવણી

0

   રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી જીટીયુને સ્થાપના બાદ સૌથી વધુ કનડતા જમીન પ્રશ્ને સરકારે મોટી રાહત આપી છે. જીટીયુને ગાંધીનગર જિલ્લાના લેકાવાડા ગામ પાસે ૧૦૦ એકર જમીન ફાળવવાનો સૈધ્ધાંતિક નિર્ણય થયો છે. જીટીયુ પાસે લેકાવાડાની ૧૦૦ એકર અને ચાંદખેડા કેમ્પસની ૨૩ એકર મળીને કુલ ૧૨૩ જમીન થશે. તેથી યુજીસીમાંથી ૧૨-બી સર્ટિફિકેટ ઝડપથી મળી શકશે.

   ૨૦૦૭માં સ્થાપના બાદ અમદાવાદના ચાંદખેડા વિશ્વકર્મા કોલેજ કેમ્પસમાં જીટીયુને જગ્યા અપાઈ હતી. યુજીસીની ગ્રાન્ટ માટે ૧૨-બી સર્ટિફિકેટ મેળવવા ઓછામાં ઓછી ૫૦ એકર જમીન જોઈએ જે જીટીયુ પાસે ન હતી. આ કોકડું અંતે ઉકેલાયું છે. કુલપતિએ કહ્યું કે સરકારે ગાંધીનગર જિલ્લાના લેકાવાડા ગામ પાસે ૧૦૦ એકર જમીન ફાળવી છે. શિક્ષણમંત્રી તરફથી લીલી ઝંડી આપી દેવાઈ છે.

   મહેસૂલ વિભાગમાં જમીનની ફાઈલ ક્લિયર થયા બાદ કબજો જીટીયુને સોંપાશે. તેમણે કહ્યું કે ચાંદખેડા કેમ્પસમાં કુલપતિ ઓફિસ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામક સહિતની તમામ વહીવટી ઓફિસ ચાલુ જ રહેશે. જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે નહીં. ટીચીંગના તમામ ડિપાર્ટમેન્ટ લેકાવાડા ખાતે સ્થળાંતર થશે. પી.જી. સ્કૂલના તમામ બિલ્ડિંગ ત્યાં બંધાશે. સરકારે આ માટે રૂ.૧૦૦ કરોડ અગાઉ જ મંજૂર કર્યા છે. હવે અમને યુજીસીનું ૧૨-બી સર્ટિફિકેટ મળી જશે.

રાજકોટ-સુરતના ઝોનલ સેન્ટર માટે જમીન ફાળવાઈ  :

   જીટીયુના ઝોનલ સેન્ટર સ્થાપવા દરખાસ્ત થઈ હતી. તે પૈકી રાજકોટ અને સુરતની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ૧૦ હજાર સ્કવેર ફૂટ જગ્યા સોંપવાને પણ સરકારે લીલી ઝંડી આપી દીધી છે. જ્યાં ઈનોવેશન સહિતની તમામ પ્રવૃત્તિ થશે. જેથી કોલેજ કે વિદ્યાર્થીને અમદાવાદ સુધીનો ધક્કો ખાવો નહીં પડે.વિશ્વકર્મા કોલેજને જીટીયુમાં ભેળવવાની વાત ચાલી હતી. પરંતુ હવે જીટીયુને જમીન મળી જતાં વિશ્વકર્મા કોલેજને જીટીયુ સાથે ભેળવાશે નહીં. તેનું સ્વતંત્ર અસ્તિત્ત્વ યથાવત રહેશે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :