8 માસમાં જિલ્લાના 643 ગામોના રેવન્યુ રેકર્ડ થઈ જશે સાવ ચોખ્ખાચટ્ટ

0

ભાવનગર જિલ્લાના 698 ગામોમાં જમીનનો રિસર્વે ચાલી રહ્યો છે, જે કામ ઘણા વર્ષોથી લેન્ડ ખાતાએ હાથ ઉપર લીધું છે, પરંતુ હવે એક લક્ષ્ય નક્કિ કરીને તમામ પ્રકારનું રેકર્ડ સપ્ટેમ્બર-2018 સુધીમાં ચોખ્ખુચટ્ટ કરી દેવાશે.

   ભાવનગર સહિત રાજ્યભરમાં જમીનોનો રિસર્વે ચાલુ છે. વડોદરાની એજન્સી કામ કરી રહી છે, પણ કોઇ કારણોસર રાજ્યભરમાં આ કામ ડીલે થયું છે. જેની સામે જ ગામોમાં રિસર્વે કરાયો તેમાં વાંધા વચકાઓ પણ વધ્યા છે.પરંતુ આ તમામ પ્રકારના વાંધા વચકાઓનો નિકાલ કરવા અને તમામ રેકર્ડ ક્લિયર થઇ જાય તે માટે વિઝન નક્કિ કરાયું છે. સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ હાલમાં માત્રને માત્ર 55 ગામોનું જ રેકર્ડ ચોખ્ખુ થયું છે, બાકીના અને ગામોનું રેકર્ડ વહીવટી પ્રક્રિયામાં પડેલુ છે.

કામ ડીલે થતા દંડ પણ કર્યો હતો :

   વડોદરાની એસ.કે.પી.પ્રોજેક્ટ પ્રા.લી.ના ધાંધિયા અને સરકારના અાંખ મિચામણાના લીધે રિસર્વેની કામગીરી ટલ્લે ચડી છે. આ મામલે રાજ્યભરમાંથી પ્રશ્ન ઉઠતા એજન્સીને હજારો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જોકે, હવે આઠ મહિનાની મુદ્દત આપવામાં આવી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ભાવનગર.

Leave A Reply

Share :