131 કરોડના ખર્ચે રિવર બ્રિજ, ફ્લાય ઓવર-ખાડી બ્રિજને મંજૂરી

0

A-172543842-large

   મોટાવરાછાથી વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી સુધી રિવર બ્રિજ તથા વરાછા મેઈન રોડથી કલાકુંજ સોસાયટી થઇ શ્રીરામનગર સુધી ખાડીની બંને તરફ દોઢ કિલોમીટર લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનશે. સાથે કલાકુંજ સોસાયટી નજીક ખાડી બ્રિજ એમ તાપી નદી પર બ્રિજ, પછી ફ્લાય ઓવર બ્રિજ ઉપરાંત બોસ્ટિંગ પ્રકાર નો (સ્ટીલ બ્રિજ) ખાડી બ્રિજ બનાવવા સ્થાયી સમિતિએ ગુરુવારે મંજૂરીની મહોર મારી છે.

   આ બ્રિજ પાછળ કુલ રૂપિયા 131 કરોડનો ખર્ચ થશે. સવજી કોરાટ અને કાપોદ્રા બ્રિજ પર કેપેસિટી કરતાં વધુ ટ્રાફિક ભારણ ને પગલે આ વિસ્તારના લોકોમાં બ્રિજની ઘણાં વખતથી માંગણી હતી તેનો આખરે ઉકેલ આવ્યો છે.

બોસ્ટિંગ પ્રકારનો સ્ટીલ બ્રિજ

   વરાછા મેઇન રોડને ક્રોસ કરવા માટે 60 મીટર 190 ફૂટ જેટલો બોસ્ટિંગ પ્રકારનો સ્ટીલ બ્રિજ બનાવવામાં આવશે. આ પ્રકારના બ્રિજ ઓછી હાઈટના બનશે તેથી નીચે વધુ સ્પેસ મળશે અને બ્યુટિફીકેશન પ્રમાણે આકર્ષક દેખાશે. આ પ્રમાણેના સ્ટ્રકચરથી શહેરમાં પહેલો બ્રિજ બનાવવામાં આવશે છે.

પુણા-સીમાડાને ડાયરેક્ટ કનેક્ટિવિટી

   દોઢ કિ.મી. લાંબા બ્રિજ ને પગલે મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તારના લોકોને કાપોદ્રા, વરાછા સાથે સીધા સાંકળી શકાશે તેમજ પુણા-સીમાડા વિસ્તારના લોકોને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. સવજી કોરાટ બ્રિજ અને કાપોદ્રા બ્રિજ પર રહેતા ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :