હવે વડોદરામાં 23 માળની ઊંચી ઇમારતો બની શકશે

0

   વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે કોમન જીડીસીઆરને બહાલી આપતાં હવે વડોદરામાં અમદાવાદની માફક 23 માળની બહુમાળી ઇમારતો બાંધવા માટે પરવાનગી મળી શકશે. ઉપરાંત 36 મીટરથી વધુ પહોળાઇના રસ્તા પર 3.6ની એફએસઆઇ મળી શકશે. નિર્ણયને પગલે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે વિકાસની ગતિ ઝડપી બનશે તેવો આશાવાદ સેવાઇ રહ્યો છે.

   શહેરમાં હાલમાં બિલ્ડરોને પ્રિમિયમ એફએસઆઇ વેચાતી લેવી પડે છે અને અન્ય નગરો કરતાં વડોદરામાં પરવાનગીપાત્ર એફએસઆઇની માત્રા ઓછી હોવાથી મહત્તમ 12 માળ સુધી (30 મીટર સુધી)ના બાંધકામની પરવાનગી મળી શકતી હતી. જેના કારણે, રિઅલ એસ્ટેટમાં અમદાવાદની સમકક્ષ રોડની પહોળાઇ હોવા છતાં ઓછી ઉંચાઇ માટે બાંધકામ મળી શકતું હતું અને તેના કારણે શહેરના ડેવલપર્સમાં તેને લઇને વિકાસને અસર થતી હોવાની બુમરાણ મચ્યું હતું.

   મામલે, ક્રેડાઇના હોદ્દેદારોએ ત્રણ મહિના પહેલાં મુખ્યમંત્રીને રૂબરૂ મળી કોમન જીડીસીઆરના અમલની માંગ કરી હતી. માંગણીઓ સ્વીકરાવાની બાંયધરી અપાયા બાદ તેનું અમલીકરણ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. જેના પરિણામે, વડોદરામાં 36 મીટરની પહોળાઇવાળા રસ્તા પર 3.6ની એફએસઆઇ મળી શકશે.

   કોમન જીડીસીઆરના અમલના પરિણામે 1.8ની એફએસઆઇ કોમન રહેશે અને તેના કારણે રાજ્યનાં અન્ય મહાનગરોની સમાંતર બિલ્ડિંગ બાંધકામ પરવાનગીનો લાભ બિલ્ડર્સને મળશે.અને આકાશે આંબતી ઇમારતોનું શહેર બનવા તરફની હરણફાળ ગતિ વડોદરાને મળશે. કોમન જીડીસીઆરના કારણે ડી-1 કેટેગરીમાં અમદાવાદ, સુરત, રાજકોટ,ગાાંધીનગરની સાથે વડોદરાને મૂકાયું છે. 36 મીટરથી વધુ પહોળાઇના રસ્તા પર 23 માળ સુધીની બહુમાળી બિલ્ડિંગ બનાવી શકાશે.

રાજ્ય સરકારે ક્રેડાઇની માગણી સ્વીકારી લીધી :

   કોમન જીડીસીઆરનો અમલ થતાં 36 મીટરથી વધુ પહોળા રસ્તા પર 3.6 એફએસઆઇની મંજૂરી મળશેે. હવે 12 માળનું બિલ્ડિંગ 23 માળ સુધી પહોંચશે. ક્રેડાઇની માંગણીને સરકારે સ્વીકારી છેે.

તમામ રસ્તાઓ પર વધુુ એફએસઆઇ પેઇડના ધોરણે મળશે

- બિલ્ડિંગને ફરતે 6 મીટર છોડ્યા બાદ રેમ્પની પરવાનગી મળશે

- 300 વ્યકિતની ક્ષમતાના મલ્ટિપ્લેકસ માટે હવે 30 મીટરના બદલે 24 મીટરના રસ્તા પર પરવાનગી મળશે

- 250 વ્યકિતની ક્ષમતાનું મલ્ટિપ્લેકસ હવે 18 મીટરના રસ્તા પર બનાવી શકાશે

- કોમન પ્લોટમાં 15 ચોમીના બદલે 50 ચોમીનું બાંધકામ એફએસઆઇમાંથી બાદ મળી શકશે

- 250 ચો.મીથી મોટા પ્લોટમાં ભોંયરામાં ટુ વ્હીલર માટે પરવાનગી અપાશે

- 40 ટકા કપાતનો નિયમ યથાવત રહેશે

વડોદરા માટે શું રહેશે બીજી જોગવાઇઓ શું ફાયદો થશે ?

- બાંધકામ ઉદ્યોગને ઉત્તેજન મળશે

- બાંધકામ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે

- ગરીબ અને મધ્યમવર્ગીય માટે મોટા પ્રમાણમાં મકાનો બનાવવાની કામગીરીને લાભ મળશે.36 મીટરથી વધુ પહોળાઇવાળા રસ્તા પર 3.6ની FSI મળી શકશે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, વડોદરા.

Leave A Reply

Share :