સુરતમાં અમદાવાદની જેમ બનશે રિંગરોડ, ખર્ચ જાણીને ફાટી જશે આંખો

0

   Mukesh-Puri-Urban-development-secretary

   સુરતમાં અમદાવાદની જેમ જ રિંગરોડ બનશે. સુરત ફરતે બનનારા આ રિંગરોડની લંબાઈ 32 કિ.મી. જેટલી હશે. આ રિંગરોડ બનાવવા માટે સરકાર સુડાની મદદ લશે. જરૂર પડ્યે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ પણ લેવાશે.

  અમદાવાદની તર્જ પર સુરતમાં બનનારા આ રિંગરોડ પાછળ રૂ. 1 હજાર કરોડનો ખર્ચ થશે. રિંગરોડની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તે પછી કામ શરૂ કરાશે.  સુરતના રિંગરોડ બનાવવા પાછળ અંદાજિત ખર્ચમાં વધારો પણ થઈ શકે છે. હાલ આ રિંગરોડ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જેમાં સરકાર શહેરી વિકાસ વિભાગ સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની મદદ લેશે. જો જરૂર પડ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ મદદ લેવાઈ શકે છે. તેવી વિગતો ગાંધીનગર ખાતેના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ પુરીએ આપી હતી.

Share :
Share :
source: સંદેશ, સુરત.

Leave A Reply

Share :