સત્યમ, સાંગાણી અને શાલીગ્રામ ગ્રૂપે રૂ. 20 કરોડ વિદેશમાં મોકલ્યા

0

   ઈન્કમટેક્સ વિભાગ દ્વારા શહેરના ત્રણ બિલ્ડર ગ્રુપ સાંગાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સત્યમ ડેવલપર્સ અને શાલીગ્રામ બિલ્ડકોન પર હાથ ધરેલી કામગીરીમાં અત્યાર સુધીમાં 270 કરોડની કરચોરી બહાર આવી છે. જ્યારે 20 કરોડ વિદેશમાં તેમજ 75 કરોડ જેટલી રકમ કલકત્તાની કંપનીઓને મોકલાયાના પુરાવા હાથ લાગ્યા છે. હજુ બે સ્થળે દરોડાની કામગીરી ચાલી રહી છે.

   ITના સૂત્રોના જણાવ્યા અનુસાર સત્યમ ડેવલપર્સ પાસેથી સર્ચ ઓપરેશનમાં કેસની રીસીપ્ટ, અનએકાઉન્ટેડ લોન, બાનાખત, કલકત્તાની કંપનીને 25 કરોડ ટ્રાન્સફર્ય કર્યાના પુરાવા મળ્યા છે. તે ઉપરાંત સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રકચર અને શાલીગ્રામ બિલ્ડકોન પાસેથી પણ કલકત્તાની કંપનીને મોકલેલા 50 કરોડ, જમીન ખરીદીના દસ્તાવેજ, વિદેશી બેંકોમાં મોકલેલા 20 કરોડ મળ્યા હતા. સીંગાપુર, હોંગકોંગ અને દુબઇની બેંકોમાં આ રકમ ટ્રાન્સફર કરાઈ રહી હોય તેવા મહત્વના દસ્તાવેજો મળ્યા છે. બંને ગૃપ પાસેથી અત્યાર સુધીમાં 150 કરોડ રોકડ વ્યવહારો તેમજ 20 જેટલા લોકરો મળી આવતા તે સીલ કર્યા છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :