સંસ્કૃતિ બિલ્ડરને ત્યાં આઇટીનો સરવે, રૂ. 2.20 કરોડની ડિમાન્ડ

0

   સોમવારે મજૂરા ગેટ સ્થિત સંસ્કૃતિ બિલ્ડરની ઓફિસ પર તપાસ કરી હતી. 5 વર્ષ પહેલાની રૂ.2.20 કરોડની પેન્ડિંગ રિકવરીના મામલે અધિકારીઓ બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતાં બિલ્ડરે રૂ. 12 લાખનો ચેક આપ્યો હતો અને બાકી રકમ તબક્કાવાર ભરવાની ઓફર મૂકી હતી.

   સમગ્ર રાજ્યમાં આઇટીનો ટાર્ગેટ હજાર કરોડ જેટલો વધ્યો છે. જેમાં સંભવત સુરતના 300 કરોડ છે. આથી ફરી સરવે શરૂ કરી દેવાયા છે. સોમવારની સાંજે અધિકારીઓએ મજૂરા ગેટ ખાતે નિર્મલ ભવનમાં ઓફિસ ધરાવતા સંસ્કૃતિ મેગા સ્ટ્રકચરને ત્યાં તપાસ કરી હતી. આ બિલ્ડર ગ્રુપની વર્ષ 2012-13 અને 2013-14ની રૂપિયા 2.20 કરોડની ડિમાન્ડ બાકી હતી. એસેસમેન્ટ દરમિયાન ઊભી કરવામાં આવેલી આ ડિમાન્ડના 20 ટકા રકમ લાંબા સમયથી જમા નહીં થતી હોવાથી અધિકારીઓએ આખરે સરવે કરવાની ફરજ પડી હતી.

   બિલ્ડર ગ્રુપના પરિમલ સાવલિયા અને રાકેશ દેસાઈએ બાકી રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. રૂપિયા 12 લાખની રિકવરી સ્થળ પર જ કરવામાં આવી હતી. હાલ મામલો અપીલમાં ચાલી રહ્યો હોવાથી 20 ટકા રકમ નિયમ મુજબ ભરવાની રહે છે. નોંધનીય છે કે આવા અનેક કેસ હાલ આઇટીમાં ચાલી રહ્યા છે જ્યાં હાઇપીચ એસેસમેન્ટ બાદ કરદાતા પર ડિમાન્ડના 20 ટકા રકમ ભરવાનો બોજો આવી જાય છે અને જ્યાં સુધી કરદાતા અપીલમાં ન જીતે ત્યાં સુધી રકમ પરત મળતી નથી. કરોડની પેન્ડિંગ રિકવરીના મામલે અધિકારીઓ બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતાં જ્યાં બિલ્ડરે રૂપિયા 12 લાખનો ચેક આપ્યો હતો, બાકી રકમ તબક્કાવાર ભરવાની ઓફર અધિકારીઓ સમક્ષ મૂકી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :