શુભલક્ષ્મી ડેવલપરના ભાગીદારો સહિત 2 સામે છેતરપિંડીનો ગુનો

0

   અડાજણમાં શુભ લક્ષ્મી ડેવલોપર્સના ભાગીદાર દ્વારા તેના સ્ટ્રીટ-૯ નામના પ્રોજેકટમાં આવેલી દુકાન પેટે વેપારી પાસેથી રૂ. ૫૬.૬૫ લાખ પડાવી લીધા બાદ દસ્તાવેજ બનાવી ન આપી બારોબાર દુકાન વેચી ઠગાઈ કરી હોવાની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે બે સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

   પ્લોટની રકમ લઈ લીધી પણ પ્લોટ આપ્યા નહીં તેના બદલામાં દુકાન આપવાનું કહ્યું એ દુકાન પણ બારોબાર વેચી નાખી
ભટાર રોડ એટોપનગર સિટીઝન ટાવરમાં રહેતા વેપારી મદનલાલ ગણેશદાસ અરોરાએ શુભ લક્ષ્મી ડેવલોપર્સના ભાગીદાર નેહલ કાંતિલાલ અનિલ (રહે, રોયલ પેરેડાઈઝ, વેસુ) અને ચંદ્રવદન ડાહ્યાભાઈ બારોટ (રહે, અમિકુંજ સોસાયટી, ઘોડદોડ રોડ) સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું છે કે આરોપી નેહલે સન ૨૦૧૧માં કડોદરાના બગુમરા ગામે શિવશક્તિના નામે પ્રોજેકટ મૂક્યો હતો.

   જેમાં મદનલાલ સહિત વીસ સાથીદારો દ્વારા આઠ પ્લોટ બૂક કરાવી રૂ. ૩૨,૫૦,૦૦૦ ચૂકવ્યા હતા. દરમિયાન નેહલ કાંતિલાલે આ પ્રોજેકટ કેન્સલ કરી નાંખ્યો હતો અને તેના પ્લોટ પેટે ભરેલા રૂપિયા પરત આપવાને બદલે અડાજણમાં શુભ લક્ષ્મી ડેવલોપર્સની ટી.પી.નં-૩૧, એફ.પી. ૯૫માં સ્ટ્રીટ-૯ નામના પ્રોજેકટમાં બે દુકાન આપવાનું નક્કી કર્યું હતું આ દુકાનની કિંમત રૂ. ૫૬,૬૫,૦૦૦ થતી હતી. જેથી મદનલાલે બાકી રૂપિયા ૩૨,૫૦,૦૦ ચૂકવી દુકાન પેટેના કુલ રૂ. ૫૬,૬૫,૦૦૦ વેચાણ અવેજ પેટે ચૂકવી આપ્યા હતા.
છતાંયે આરોપીઓએ દસ્તાવેજ બનાવી ન આપી બંને દુકાનો બારોબાર સુનીલ જરીવાલાને વેચાણ કરી દસ્તાવેજ બનાવી આપ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :