વિયર કમ કોઝવેથી દહેજ-હજીરા વચ્ચે 20 કિ.મીનું અંતર ઘટી જશે

0

  ભાડભુત નજીક વિયર કમ કોઝવેના કારણે દહેજ અને હજીરા ઇન્ડસ્ટ્રીયલ ટવીન સીટી બનશે અને વિકાસના નવા દ્વાર ખુલી જશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાના શિલાન્યાસ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે નવી યોજનાને BBY નામ આપ્યું છે જેનો મતલબ થાય છે. B ફોર ભાડભુત .. B ફોર બેરેજ … Y ફોર યોજના. બેરેજ પર સીકસલેનનો રોડ આવી જતાં દહેજ અને હજીરા વચ્ચેના અંતરમાં 20 કીમીનો ઘટાડો થશેની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું.

  નર્મદા નદીમાં 4 હજાર કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચથી આકાર લેનારા ભાડભુત બેરેજનું રવિવારે વડાપ્રધાનને રીમોટ કંટ્રોલથી ભૂમિપૂજન કર્યું હતું. નર્મદા નદીમાં વિયર કમ કોઝવે બની જતાં દહેજ અને હજીરા વચ્ચેના અંતરમાં 20 કીમીનો ઘટાડો થઇ જશે. મધ્ય અને દક્ષિણ ગુજરાત વચ્ચેની કનેકટીવીટીમાં પણ વધારો થશે.

  આગામી દિવસોમાં ભરૂચ અને અંકલેશ્વરની જેમ દહેજ અને હજીરા પણ ઇન્ડસ્ટ્રીયલ ટવીન સીટી બની જશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. તેમણે વિયર કમ કોઝવેથી ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકોને થનારા ફાયદા ગણાવ્યાં હતાં. તેમણે બેરેજ યોજનાને નવી યોજનાને BBY નામ આપ્યું છે જેનો મતલબ થાય છે. B ફોર ભાડભુત .. B ફોર બેરેજ … Y ફોર યોજના. યોજના સમયમર્યાદામાં પૂર્ણ થશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, ભરૂચ.

Leave A Reply

Share :