વડોદરામાં બુલેટ ટ્રેન માટે 2.5 હજાર ચો.મી. જગ્યા જોઇશે

0

   અમદાવાદ -મુંબઇ હાઇસ્પીડ રેલ માટે સ્ટેશન પાસે થનાર ફેરફાર અંગે મંગળવારે સવારે કોર્પોરેશન ,પશ્ચિમ રેલવે અને હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પ્લેટફોર્મ નંબર -6 ડેવલપ કરવા સ્ટેશન વિસ્તારમાં અંદાજે 2.5 હજાર સ્કેવર મીટર જગ્યા સંપાદિત કરવામાં આવશે. આગામી સમયમાં પ્લેટફોર્મ નંબર -6 મુખ્ય એન્ટ્રી ગેટ બનશે.

   મ્યુ.કમિશ્નરે પત્રકારોને જણાવ્યા મુજબ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટ સાંકળી લેવાશે. તેમજ પ્લેટફોર્મ નં-6થી 30 મીટરનો રસ્તો બનાવી છેક શાસ્ત્રી બ્રિજ સુધી લંબાવાશે. તમામ ખર્ચ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન કરશે. સરકીટ હાઉસથી યુ ટર્ન આપી ટ્રાફિક ડાયવર્ટ થશે.ત્રીજું ગરનાળું બુલેટ ટ્રેન માટે રહેશે

   વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા અંદાજે 20 મીટરના હયાત ગરનાળા મોટા કરાશે. જ્યારે આજ સ્થળે બનનાર ત્રીજું ગરનાળુ બુલેટ ટ્રેન માટે પ્લેટફોમ નંબર -6 સાથે કનેક્ટ કરાશે. જેથી સીધા બુલેટ ટ્રેનના સ્ટેશન પર જઇ શકાય. આ સાથે જેતલપુર અને પ્રિયલક્ષ્મી મિલનું ગરનાળુ મજબૂત કરાશે.

જનમહેલથી અંડર ગ્રાઉન્ડ સબવે બનશે

   સ્ટેશન પાસે બનનાર જનમહેલથી અંડર ગ્રાઉન્ડ સબ-વે બનાવવામાં આવશે. જે સીધો પ્લેટફોર્મ નંબર -6 સાથે જોડાશે. આ સાથે એસટી બસ ડેપોને પ્લેટફોર્મ નંબર -6 સાથે કનેક્ટ કરાશે. પ્લેટફોર્મ નંબર -6 પાસે હયાત એમીનીટ તૂટશે. જે પ્લેટફોર્મ નંબર -7 આગળ લઇ જવાતા ખુલ્લી થયેલી જગ્યા પર બનાવાશે.

પ્લેટફોર્મ નં-6 પાસે મલ્ટી સ્ટોરી પાર્ગ બનશે

   વડોદરા સેવનાસદન દ્વારા જનમેહાલ પાસે અંદાજે 500 વાહન માટે પાર્કીંગ બનાવવાનુંુ છે. પાછળની બાજુ પ્લેટફોર્મ નં-6 પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અંદાજે 300 વાહન માટે વધુ એક મલ્ટી સ્ટોરી પાર્કીંગ બનાવવાનું આયોજન કરવું પડશે. હયાત સયાજીગંજ પોલીસ મથક પાસેથી રસ્તો પહોળો કરી ટ્રાફિક માટે સુવિધા બનાવવાનું પણ પાલિકાએ આયોજન કર્યું છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :