લાંબા ગાળાની હોમ લોનનો ફ્લોટિંગ વ્યાજ દર શા માટે વધુ છે? સુપ્રીમ કોર્ટ

0

homeloan_1450526239

   છેલ્લાં એક વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો થયો છે ત્યારે લાંબા ગાળાની હોમ લોનનો ફ્લોટિંગ વ્યાજ દર શા માટે વધુ છે એવો અણિયાળો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે આજે રિઝર્વ બેન્કને કર્યો હતો.

   મનીલાઇફ ફાઉન્ડેશનની એક અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ પ્રશ્ન કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક અરજદારને એ વાત જણાવે કે લાંબા ગાળા માટે ફ્લોટિંગ લોનનો દર ઘટાડવા માટે તેણે કેવો નિર્ણય કર્યો છે અને આ યોજના ઉપર તેઓ કઇ રીતે આગળ વધશે.

   મનીલાઇફ ફાઉન્ડેશને પોતાની અરજીમાં પૂછયું હતું કે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો તો પછી લાંબા ગાળાની લોન આટલી મોંઘી શા માટે છે. તેનો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. ઘર ખરીદવા હોમ લોન દ્વારા તેમણે વધુ વ્યાજ ચૂકવવું પડે છે. કોઈપણ ખરીદદાર મિલકત ખરીદતી વખતે 8૦ ટકા લોન લે છે. લોનની રકમ એટલી મોટી હોય છે તેને 5થી 1૦ વર્ષમાં આસાનીથી ચૂકવવાનું મુશ્કેલ હોય છે અને આ કારણે ગ્રાહકો દ્વારા 15થી 25 વર્ષ માટે લોન લેવામાં આવે છે. આથી, ગ્રાહકે વ્યાજ રૂપે મોટી રકમ ચૂકવવી પડે છે.

   રિઝર્વ બેન્કે હાલમાં જ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. રેપો રેટને 6.50 ટકા યથાવત્ રાખવામાં આવ્યો હતો. એ જ પ્રમાણે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :