રેરા રજિસ્ટ્રેશન નંબર વગર હવે વેચાણ દસ્તાવેજ કરી શકાશે નહીં

0

    રેરા રજિસ્ટ્રેશન નંબર નહીં હોય તો હવે બિલ્ડરો દસ્તાવેજ કે રજીસ્ટર્ડ બાનાખત કરી શકશે નહીં. રાજય સરકારે જારી કરેલા પરિપત્રને લઈને આ નિયમ અમલી કરી દેવાયો છે. આના કારણે હવે દસ્તાવેજ કર્યા બાદ પણ એકનો એક ફલેટ અન્યને વેચી મારવાના કિસ્સા અટકશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. લેભાગુ બિલ્ડરો પણ આના કારણે ઘટી જશે. રાજય સરકારના આ નિર્ણયને ગાહેડે પણ આવકાર્યો છે.

   બિલ્ડરો દ્વારા ખરીદદારના નામે જે બાનાખત કરાવી આપવામાં આવે છે તેમાં હવે પ્રથમ પાને જ ફરજિયાત ડેવલપરનો રેરા રજિસ્ટર્ડ નંબર લખવો ફરજિયાત છે.

   કોઈ પણ ગ્રાહક મકાન ખરીદે ત્યારે બિલ્ડરે નિયત નમૂના પ્રમાણેનો રજીસ્ટર્ડ બાનાખત કરી આપવાનો હોય છે. જે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવો પડે છે. જેમાં પ્રોજેકટના સ્પેસિફીકેશન, ડેવલપમેન્ટ અને નાણાકીય ચૂકવણી સંબંધિત વિગતો પણ દર્શાવવી પડે છે. રેરા કાયદા હેઠળ આ દસ્તાવેજ ખૂબ જ અગત્યનો ગણાતો હોવાના કારણે રેરા ચેરમેન મંજૂલા સુબ્રમણ્યમે રજીસ્ટર્ડ બાનાખતમાં પણ જે તે પ્રોજેકટનો રેરા રજીસ્ટર્ડ નંબર ફરજિયાત લખવા માટે રાજય સરકારને ભલામણ કરી હતી. જેને સરકારે ગ્રાહ્ય રાખી હતી અને હવે

આ નિયમ અમલી બનાવ્યો છે.

- રેરા નંબર ના હોય તો કારણોની સ્પષ્ટતા કરવી પડશે

- જો કોઈ બિલ્ડર પાસે તેમના પ્રોજેકટ અંગે રેરા રજીસ્ટ્રેશન નંબર ના હોય તેવા કિસ્સામાં પણ સંબંધિત અધિકારીએ બાનાખત કરી આપતા પહેલા તેના કારણોની સ્પષ્ટતા કરવાની રહેશે. અને આ કારણો ગ્રાહ્ય રાખ્યા બાદ બાનાખત કરી આપવાનો કે નહીં તેનો નિર્ણય કરવાનો રહેશે.

- ગ્રાહકો સાથે છેતરપિંડી અટકશે

- એક ગ્રાહકના નામે દસ્તાવેજ કરેલો ફલેટ બીજાને વેચી મારવાના કિસ્સા બંધ થશે

- મંજૂર થયેલો પ્રોજેકટ હોવાથી ભવિષ્યમાં બી.યુ.ની માથાકૂટ રહેશે નહીં

- મંજૂરી વિનાનો પ્રોજેકટનો દસ્તાવેજ થશે નહીં.

- દસ્તાવેજ વહેલો કરાતો હતો અને પઝેશન મોડું મળતું હતુ તે પણ અટકશે

- રેરા રજિસ્ટ્રેશનમાંથી આ પ્રોજેકટને મુક્તિ

- પ્લાનિંગ એરિયા બહારના હોય તેવા પ્રોજેકટ

- પ્રોજેકટ માટેની જમીનનું ક્ષેત્રફળ 500 ચોરસ મીટર અથવા તેનાથી ઓછું હોય તેવા પ્રોજેકટ

- પ્રપોઝડ એપાર્ટમેન્ટની સંખ્યા 8 કે તેથી ઓછી હોય તેવા પ્રોજેકટ.

- 1 મે-2017 પહેલા બી.યુ મેળવી હોય તેવા પ્રોજેકટ

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :