રેરાના રજિસ્ટ્રેશન નંબર વગર દસ્તાવેજ અને બાનાખતની નોંધણી નહીં કરાય

0

   બિલ્ડર જ્યારે દસ્તાવેજ કે બાનાખત સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી માટે જશે ત્યારે રેરા હેઠળ રજિસ્ટ્રેશન કર્યું છે કે નહીં તે અંગેની નોંધ દસ્તાવેજમાં કરવાની રહેશે. જો આ અંગેની નોંધ કરવામાં આવી નહીં હોય તો દસ્તાવેજ કે બાનાખતની નોંધણી નહીં કરવા સબરજિસ્ટ્રારને પરિપત્ર જાહેર કરી સૂચના આપવામાં આવી છે. આ નિયમ રેરા એક્ટ હેઠળ આવતા પ્રોજેક્ટો માટે જ લાગુ પડે છે.

   સરકારે પરિપત્ર જાહેર કરી તમામ સબરજિસ્ટ્રાર, નાયબ કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે, રેરા એક્ટ 2016ની કલમ 13ની જોગવાઇ મુજબ રેરા રજિસ્ટ્રેશનને પાત્ર પ્રોજેક્ટના પ્રમોટરે ખરીદનારને નિયત નમૂના અનુસાર રજિસ્ટર્ડ બાનાખત (એગ્રીમેન્ટ ફોર સેલ) કરી આપવાનું છે અને તે બાનાખત સબરજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવાનું છે.

   આ બાનાખતમાં પ્રોજેક્ટના સ્પેશિફિકેશન, ડેવલપમેન્ટ અને નાણાકીય ચૂકવણા સંબંધી વિગતો દર્શાવવાની રહે છે. આ રજિસ્ટર્ડ બાનાખત રેરા કાયદા હેઠળ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ હોય બસ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે આવતા બાનાખતમાં પ્રોજેક્ટનો રેરા કાયદા હેઠળ રજિસ્ટ્રેશન થયેલું છે કે કેમ, જો થયેલું હોય તો તેનો રેરા રજિસ્ટ્રેશન નંબર અને ન થયેલું હોય તો તેના કારણો સંબંધી સ્પષ્ટતા મેળવવી જરૂરી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :