રૂ.12 કરોડની જમીનની ઠગાઈમાં બેની ધરપકડ

0

   નાના વરાછામાં બિલ્ડરની 12 કરોડની જમીનમાં બોગસ સાટાખત ઉભુ કરીને જમીન પચાવી પાડવાના મામલે બિલ્ડરના ભાઈ સહિતની બેની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી પોલીસ રીમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.

   અઠવાલાઈન્સમાં વાત્સલ્ય આરોગ્યનગરમાં રહેતા બિલ્ડર બાબુભાઈ મોહનભાઈ પટેલએ વર્ષ 2003માં નાના વરાછામાં જમીન સગાભાઈ કાંતિભાઈ મોહનભાઈ પટેલના નામે ખરીદી થોડા વર્ષામાં બિલ્ડરે કાંતિ પટેલ પાસેથી જમીનનો બક્ષીસ રજીસ્ટ્રર વેચાણ દસ્તાવેજ બનાવી છતાં સગાભાઈ કાંતિ મોહન પટેલએ બિલ્ડરની જાણ બહાર તેના સાઢુભાઈના નામનો સાટાખત ઉભો કરીને જમીનમાં વિવાદ કરી નાખ્યો છે.

  સરથાણા પોલીસમાં બિલ્ડરે તેના ભાઈ કાંતિ મોહન પટેલ, વિનય મોહન પટેલ(બન્ને રહે, વાત્સલ્ય, આરોગ્યનગર, અઠવાલાઈન્સ), જગદીશ ઝવેર કાત્રોડીયા(રહે, નિર્મળનગર સોસાયટી, સરથાણા) અને ઠાકરશી નારણ મેંદપરા(રહે,ધર્મનદંન રો હાઉસ, મોટાવરાછા)ની સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. ગુનાની તપાસ ક્રાઈમબ્રાંચને સોપવામાં આ‌વી છે.જેમાં ક્રાઈમબ્રાંચે બિલ્ડરના ભાઈ કાંતિ પટેલ અને તેનો સાઢુભાઈ જગદીશ કાત્રોડીયાની ધરપકડ કરી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :