રિયલ એસ્ટેટને GSTમાં લાવવાની વિચારણા : જેટલી

0

real estate

   રિયલ એસ્ટેટ સેક્ટરને ટૂંક સમયમાં જીએસટી હેઠળ લાવી શકાય છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટર સૌથી વધુ કરચોરીવાળા સેક્ટર્સમાંથી એક છે. સેક્ટરમાં કેશનો ઉપયોગ પણ બહુ થયા છે. ગુવાહાટીમાં 9મી નવેમ્બરે જીએસટી કાઉન્સિલની યોજાનારી બેઠકમાં નવી ટેક્સ વ્યવસ્થામાં સામેલ કરવા અંગે ચર્ચા થશે.

   હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટેક્સ સુધારાઓ અંગે ‘મહિન્દ્રા વ્યાખ્યાન’માં જેટલીએ જણાવ્યું કે કેટલાંક રાજ્ય રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવા પર ભાર આપી રહ્યા છે પરંતુ કેટલાંક આની વિરુદ્ધમાં પણ છે. વ્યક્તિગત રીતે હું પણ આની તરફેણમાં છું. રિયલ એસ્ટેટ સેક્ટરને જીએસટીમાં લાવવાથી ખરીદારોને લાભ થશે. તેમને ખરીદતી વખતે માત્ર એક વાર ટેક્સ ભરવો પડશે. તે ઉપરાંત કાળા નાણાની ઇકોનોમી પણ ઘટશે.જીએસટીથી પેરેલલ ઇકોનોમિ કન્ટ્રોલમાં આવશે

   કન્સ્ટ્રકશન સેવાઓ ઉપર જીએસટી લેવાય છે. પરંતુ જમીન ઉપર રાજ્યો દ્રારા અલગ અલગ 5-8 ટકાના સ્લેબમાં સ્ટેમ્પ ડ્યુટી લેવાય છે. તેનું ભારણ ઘર ખરીદનારાઓ ઉપર વધી જાય છે. તે દિશામાં સરકારે યોગ્ય પગલું ભરવાની આવશ્યકતા છે. – જક્ષયશાહ, નેશનલપ્રેસિડેન્ટ, ક્રેડાઇ

જમીન, પ્લોટ પર જીએસટી લાગુ થતાં ગ્રાહકોને ફાયદો

   હાલમાં માત્ર બાંધકામ પર જીએસટી લેવાય છે. સરકાર જમીન અને ખુલ્લા પ્લોટને પણ જીએસટી હેઠળ આવરી લઈને મકાનોની કિંમતમાં ઘટાડો કરવા માગે છે. તેનાથી ગ્રાહકોને સીધો ફાયદો થશે.

હાલમાં ફ્લેટ ખરીદી પર 12 ટકા ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જ લાગે છે

   હાલમાં બિલ્ડર જ્યારે ખરીદનારને કોઇ ફ્લેટ વેચે છે તો વેચાણની રકમ પર 12 ટકા ટેક્સ લાગે છે. તે ઉપરાંત રજિસ્ટ્રેશન ચાર્જ પણ હોય છે જે દરેક રાજ્યમાં અલગ-અલગ છે. જીએસટમાં સામેલ કરાયા પછી ઘરની ખરીદી પર માત્ર એક વાર ટેક્સ લાગશે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :