રિયલ એસ્ટેટને નવેમ્બરમાં જીએસટીના દાયરામાં લાવવા વિચારણા : જેટલી

0

   ભારતમાં રિયલ એસ્ટેટ એક એવું સેક્ટર છે જેમાં કરોડોની કરચોરી હજી પણ કરવામાં આવી રહી છે, આથી સરકાર દ્વારા નવેમ્બરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટીના દાયરામાં લાવવા ગંભીરતાથી વિચારાઈ રહ્યું છે. ગુવાહાટીમાં ૨ નવેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરાશે તેવા સંકેતો જેટલીએ આપ્યા હતા. જો રિયલ એસ્ટેટને જીએસટીનાં દાયરામાં લાવવામાં આવશે તો લોકોને મકાનો સસ્તા દરે મળશે.

   તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા. ભારતમાં કરવેરા ક્ષેત્રે સુધારા અંગે પોતાનાં વક્તવ્યમાં જેટલીએ કહ્યું કે, જો રિયલ એસ્ટેટને જીએસટીમાં લાવવામાં આવશે તો બિલ્ડર્સ લોબી માટે કરચોરી કરવાનું મુશ્કેલ બનશે. કેટલાંક રાજ્યો રિયલ એસ્ટેટ ક્ષેત્રને જીએસટીમાં લાવવા માગે છે અને કેટલાંક વિરોધ કરી રહ્યાં છે તેથી આ મુદ્દે વિગતે ચર્ચા કરીને સર્વસંમતિ સધાશે. રિયલ એસ્ટેટમાં જીએસટીનો લાભ ઘર ખરીદનારાઓને મળશે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :