મજુરાગેટ સ્થિત સંસ્કૃત્તિ બિલ્ડરને ત્યાં રીકવરી સર્વે

0

   સુરત ઈન્કમ ટેકસ વિભાગે આજે મજુરા ગેટ સ્થિત સંસ્કૃત્તિ બિલ્ડર જુથના ધંધાકીય સ્થળો પર રીકવરી સર્વે હાથ ધરી રૂ.૧૫ લાખની ટેક્ષ વસુલાત કરી છે.જ્યારે આગામી માર્ચ માસ સુધીમાં બાકીના નાણાં વિભાગમાં જમા કરાવવા બિલ્ડર જુથે બાંહેધરી આપી હોવાની વિગતો સાંપડી છે. માર્ચ એન્ડીંગના અંતિમ દિવસોમાં સુરત ઈન્કમ ટેક્સ વિભાગે સર્વે તથા રિકવરી સર્વેની ગતિ તેજ કરી છે.

   આજે રજાના દિવસે પણ સુરત ઈન્કમ ટેકસ વિભાગ દ્વારા મજુરા ગેટ સ્થિત સંસ્કૃત્તિ બિલ્ડર જુથના ધંધાકીય સ્થળો પર રીકવરી સર્વે હાથ ધર્યો છે. અત્રે નોંધનીય છે કે બિલ્ડર જુથની વર્ષ-૨૦૧૨-૧૩ તથા વર્ષ-૨૦૧૩-૧૪ના નાણાંકીય વર્ષ દરમિયાન રીટર્નના આધારે રૂ.૨.૨૦ કરોડની ટેક્ષ ડીમાન્ડની વસુલાત કરવા રીકવરી સર્વે હાથ ધર્યો છે.જે દરમિયાન સંસ્કૃત્તિ બિલ્ડર જુથ દ્વારા રૂ.૧૫ લાખ વિભાગમાં જમા કરાવી આગામી માર્ચ માસ સુધીમાં બાકીના ટેક્ષના નાણાં જમા કરાવવાની તૈયારી દાખવી છે.

Share :
Share :
source: ગુજરાત સમાચાર, સુરત.

Leave A Reply

Share :