બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદિત થયા પછી તુરંત જ આગળ વધશે

0

    જાપાનનું ઉચ્ચસ્તરીય ડેલિગેશન ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યું છે. શુક્રવારે એએમએ ખાતે ‘જાપાન ઇન્સાઇટ્સ-ABC’ અંગેના કાર્યક્રમને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુલ્લો મૂક્યો હતો. તેમની સાથે આવેલા જાપાનના મુંબઇસ્થિત કોન્સલ રિયોજી નોડાએ એવો સંકેત આપ્યો છે કે, જાપાન અને ભારત સરકાર વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ અમદાવાદ-મુંબઇ વચ્ચેની હાઇસ્પિડ ટ્રેન (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનું કામ જમીન સંપાદિત થયા પછી તુરત જ શરૂ કરાશે. ૨૦૨૨માં આ પ્રોજેક્ટ પૂરો કરવાની ગણતરી છે.

   જાપાન ઇન્સાઇટ્સ કાર્યક્રમને ખુલ્લો મૂકતા નીતિન પટેલે કહ્યું કે, તેમને આઠ દિવસના જાપાનના પ્રવાસ દરમિયાન વિશ્વવિખ્યાત બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાનો મોકો મળ્યો હતો, બે કલાકની મુસાફરીનો ટિકિટ દર રૂ.૧૫,૦૦૦ જેટલો થતો હતો. તેમણે લાક્ષણિક શૈલીમાં કહ્યું કે, ‘ત્યાં કોઇ વસ્તુ મફત કે સસ્તી નથી.’.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :