બુલેટ ટ્રેનના વિરોધમાં વધુ ૫૫ પિટિશન હાઈકોર્ટમાં દાખલ

0

    કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની રાજય સરકાર દ્વારા ચાલી રહેલી જમીન સંપાદનની કાર્યવાહી સામે વલસાડ, ભરૃચ અને વડોદરા એમ ત્રણ શહેરમાંથી ૫૫ જેટલી નવી પિટિશનો દાખલ થઈ છે. આ પિટિશનો સુરતથી થયેલી ગુજરાત ખેડૂત સમાજની પિટિશન સાથે જોડાશે. આગામી તા. ૧૨મીના રોજ આ કેસમાં હાઈકોર્ટમાં હાથ ધરનારી વધુ સુનાવણીમાં આ પિટિશનો પણ શામેલ થઈ જશે.

   આ અંગે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, વલસાડમાં ૨૮ અને ભરૃચમાંથી ફ્રેશ ૨૬ પિટિશનો દાખલ થવા માટે રજૂ કરી દેવાઈ છે. જયારે વડોદરામાં કડક બજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ૪૦ રહીશો દ્વારા પણ પિટિશન મુકાય છે. વડોદરાના પ્રકરણમાં પિૃમમાં રેલવે સ્ટેશન હોવા છતાં સોસાયટીના પૂર્વ વિસ્તારમાં આખી સોસાયટી વરુણીમાં આવી જાય છે. સોસાયટી પાસેનો વિસ્તાર કયા કારણસર સંપાદનમાં આવરી લેવાયો છે એ સમગ્ર બાબત શંકા જન્માવનારી હોવાનું કહેવાઈ રહ્યું છે.

   આ તમામ પિટિશનોમાં એકસમાન રીતે એપ્રોપિએટ ગવર્નમેન્ટ એટલે કેન્દ્ર સરકાર જ હોય શકે અને તેના કાયદાને અનુરૃપ જ સંપાદનની કાર્યવાહી થવી જોઈએ. સાથે જ રાજય સરકાર દ્વારા કેન્દ્રના વર્ષ ૨૦૧૩ના કાયદામાં થયેલા સુધારાને પણ પડકારાઈ રહ્યો છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :