બાંધકામ ક્ષેત્ર ખુશ ! રાજ્યમાં કોમન GDCRનો અમલ શરૂ

0

1-36

   ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી કરેલી સંખ્યાબંધ લહાણીમાં મોટી જાહેરાત રાજ્યભરમાં ગુરૂવારથી જ બાંધકામ ક્ષેત્રે કોમન જીડીસીઆરનો અમલ શરૂ કરવાની હતી.

   અગાઉ રાજ્યમાં જુદાં જુદાં ઠેકાણે બાંધકામના નિયમો અલગ અલગ હતા. હવે કોમન જીડીસીઆરનો દસ્તાવેજ જાહેર કરતાં મોટાભાગે બાંધકામના નિયમો રાજ્યભરમાં એક સરખા રહેશે. સુરત જેવા શહેરમાં જ્યાં ૪૫ મીટરથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તા છે ત્યાં ૪ની એફએસઆઈ અપાશે.

   વડોદરા- સુરત જેવા શહેરો કે જ્યાં ૩૬થી ૪૦ મીટરની પહોળાઈના રસ્તા છે ત્યાં રસ્તાની પેરેલલ ૨૦૦ મીટરમાં ૩.૬ની એફએસઆઈ મળશે. ડી-૭ વિભાગમાં અ-બ-ક-ડ એમ ચાર કેટેગરીની નગરપાલિકાઓ તથા કચ્છ પ્રદેશ સમાવિષ્ટ છે ત્યાં ૧.૮ની રેગ્યુલર એફએસઆઈ અપાશે અને એકસ્ટ્રા પેમેન્ટથી વધુ ૦.૬ની એફએસઆઈનો લાભ અપાશે. કપાતનું ધોરણ અમદાવાદ સહિત મહાનગરોમાં ૪૦ ટકા યથાવત્ રહેશે અને કચ્છ તથા ક-ડ કેટેગરીની નગરપાલિકામાં ૩૦ ટકા રહેશે.

   પાર્કિંગ માટે બિલ્ડરોની રજૂઆતો ધ્યાને લઈ એવો નિર્ણય લેવાયો છે કે, એપાર્ટમેન્ટ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં હોલો પ્લીન્થ રાખીને જગ્યા સળંગ ખુલ્લી રાખવામાં આવશે તો તે ભાગ એફએસઆઈની ગણતરીમાં નહીં લેવાય તથા ત્યાં ઊંચાઈના નિયમો પણ નહીં લાગુ પડે. તદુપરાંત અત્યાર સુધી સોસાયટીના કોમન પ્લોટમાં ૧૫ મીટર સુધીના બાંધકામની છૂટ હતી, તે વધારીને ૫૦ મીટરની કરાઈ છે તેમજ ૨૫૦ મીટર સુધીનો પ્લોટ હશે તો ત્યાં હવે બેઝમેન્ટ પાર્કિંગની વધારાની સુવિધા કરી શકાશે, એમ નાયબ મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે.

Share :
Share :
source: સંદેશ.

Leave A Reply

Share :