ફ્લાઇટને નડતરરૂપ એવી વેસુની 18 હાઇરાઇઝ બિલ્ડિંગના ઉપરના માળ તોડવા પડે તેવી દહેશત

0

airport

19 માર્ચે મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટીની બેઠકમાં કોઇ ઉકેલ આવે તેવી સંભાવના

 

ફ્લાઇટને નડતરરૂપ વેસુ 18 હાઇરાઇઝ બિલ્ડિંગના ઉપલા માળો ઉપર જોખમ છે. તેમને તોડવા પડે તેવી દહેશત છે. આ અંગે 19 માર્ચે સુરત મહાનગરપાલિકા કમિશનર પહેલીવાર એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરવા જઇ રહ્યા છે. આ બેઠક પછી કોઇ અંતિમ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

 

એનઓસી વગર અથવા બોગસ બનાવીને બિલ્ડિંગોનું બાંધકામ કરાયું હોવાનો વિવાદ

 

સુરત એરપોર્ટના રનવેની વેસુ અને ઉમરા તરફ આવેલી 18 હાઇરાઇઝ બિલ્ડિંગ ફલાઇટને નડતર રૂપ સાબિત થઇ છે. આ બિલ્ડિંગો બાબતે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ડીરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ)એ આ બિલ્ડિંગોની ઊંચાઇ ઘટાડવા માટેનો આદેશ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીએ સુરત મહાનગરપાલિકાએ આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે, પાલિકાએ કોઇ કાર્યવાહી કરી ન હતી. ત્યારે નવસારીના સાંસદે સી.આર.પાટીલે પણ આ બાબતે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પાલિકા કમિશનર એમ. થૈન્નારસને એરપોર્ટ ઓથોરિટી સાથે 19 માર્ચે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે.

 

નડતર બાબતોની ચર્ચા

 

અાગામી 19 માર્ચે અમે સુરત એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરનારા છીએ. તેમાં અમે આ હાઇરાઝ બિલ્ડિંગ સાથે ઇલેક્ટ્રિક પોલ, લાઇટ પોલ અને ઝાડ સહિતની નડતરરૂપ બાબતોની ચર્ચા વિચારણ કરીશું. એમ. થેન્નારસન, કમિશનર, સુરત મહાનગર પાલિકા

 

વેસુ વિસ્તારની 18 બિલ્ડિંગો પર જોખમ સુરત એરપોર્ટ

 

આ બિલ્ડિંગોના ઉપલા માળ પર જોખમ

 

1. એલ એન્ડ ટી એપાર્ટમેન્ટ

2. ઓમીકોન એપાર્ટમેન્ટ

3. સમર્થ એપાર્ટમેન્ટ

4. સેવન હેવન એપાર્ટમેન્ટ

5. નંદની – 3

6. હેપ્પી ગ્લોરીયસ એપાર્ટમેન્ટ

7. વાસ્તુગ્રામ એપાર્ટમેન્ટ

8. હોરાઇઝન એપાર્ટમેન્ટ

9. સ્ટાર ગેલેક્સી એપાર્ટમેન્ટ

10. આગમ ક્રોસ એપાર્ટમેન્ટ

11. સર્જન એપાર્ટમેન્ટ

12. શ્યામ એપાર્ટમેન્ટ

13. ઇવોલ્યુશન એપાર્ટમેન્ટ

14. લિજેન્ડ્સ એપાર્ટમેન્ટ

15. એેંપાયર રીજેન્સી

16. ગોકુલ પ્લેટીનિયમ

17. ગ્રીન ફોરચ્યુન

18. રસિક વિલા

 

આ છે વિવાદ

 

એરપોર્ટ ઓથોરિટીએ જ્યારે મહાનગરપાલિકાને બાંધકામો દૂર કરવા માટે કહ્યું ત્યારે પાલિકા તરફથી એવું કહેવાયું હતું કે એનઓસી ડીજીસીએ તરફથી જ અપાઇ છે ત્યારે બાંધકામો દૂર કેવી રીતે કરવાω જો બાંધકામ દૂર કરવા હતા તો અગાઉ એનઓસી કેમ અપાઇ હતીω જોકે, તે પછી બોગસ એનઓસીનો મુદ્દો બહાર આવ્યો છે. આ બિલ્ડિંગો બાબતે સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કેટલાક બિલ્ડરોએ બાંધકામ કરતી વખતે ડીજીસીએની એનઓસી લીધા વગર અથવા બોગસ એનઓસી બનાવીને બાંધકામ કરી દીધું હતું. જેની તપાસ થવી જોઇએ. હવે પાલિકા અને એરપોર્ટ ઓથોરિટીની બેઠક થયા બાદ આ વિવાદનો અંત આવે તેવું લાગી રહ્યું છે.

 

હવે શું થશે?

 

જે બિલ્ડિંગો નડતરરૂપ છે તેની ઊંચાઇ ઘટાડવી પડશે. એટલે જે તે બિલ્ડિંગોના ઉપલા માળ દૂર કરવા પડશે. 18 બિલ્ડિંગોના 100 જેટલા ફ્લેટને અસર થવાની છે. આ ફ્લેટમાં રહેનારા લોકો પણ પોતાની રીતે સરવે કરીને લડત ઉપાડવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ આગામી દિવસોમાં ધરણા પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી મળી છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :