પાલ-ઉમરા બ્રિજ વિવાદ : 26માંથી એક પણ અસરગ્રસ્તે લેખિત સંમતિ ન આપી

0

   પાલ-ઉમરા બ્રીજને નડતરરૂપ 26 અસરગ્રસ્તોને જગ્યાની સામે જગ્યા તથા બાંધકામનો ખર્ચ આપવા શાસકોએ નિર્ણય લીધો હતો. પરંતુ અસરગ્રસ્તોને આ માંગણી સ્વીકાર્ય હોય તો લેખિતમાં સંમતિ આપવા તાજેતરમાં જ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સૂચના અપાઇ હતી. જો કે સાત દિવસ પૂર્ણ થઇ ગયાં છતાં 26માંથી એક પણ અસરગ્રસ્તે લેખિતમાં સંમતિ નહીં આપતા મામલો વધુ ગૂંચવાયો છે.

   26 અસરગ્રસ્તોના કારણે ઉમરા-પાલ બ્રીજનું કામ છેલ્લા 2 વર્ષથી ટલ્લે ચઢ્યું છે. અનેકો વખત અસરગ્રસ્તો સાથે મીટીંગ કર્યા બાદ અંત ન આવતાં આખરે શાસકોએ આરપારનો નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું. જેમાં ગત ગુરુવારે જ સ્થાયી સમિતિમાં અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. જેમાં જગ્યાની સામે જગ્યા અને બાંધકામનો ખર્ચ માટે તૈયારી બતાવતા અસરગ્રસ્તો તૈયાર પણ થયા હતા. જો કે સાત દિવસ થઇ ગયા એકપણ અસરગ્રસ્તે સંમતિ આપી નથી. જેથી સ્થાયીમાં થયેલા ઠરાવ મુજબ હવે ફરજિયાત જમીન સંપાદન કરાય એવી શક્યતા છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :