પાલનપોરમા એક લાખ ચો.મીટર રિઝર્વ્ડ જમીન ખુલ્લી કરાવાઈ

0

   રિઝર્વેશનની જમીનો ઉપર થઈ રહેલા દબાણો અને ગેરકાયદેસર કબજાની ગતિવિધિને અટકાવવા માટે રાંદેર ઝોને તેની ઝુંબેશ આગળ વધારી છે. મંગળવારે પાલનપોર વિસ્તારમાં આવી જ એક વિશાળ રિઝર્વેશનવાળી જમીનને ખુલ્લી કરાવી કબજો લેવામાં આવ્યો હતો.

   રાંદેર ઝોનના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે પાલનપોર વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર 8માં, ફાઇનલ પ્લોટ નંબર-131 એસઈડબલ્યુએસના હેતુ માટે રિઝર્વેશનની જમીન હતી. આ જમીન ઉપર ૪૬ જેટલા ઝૂંપડાઓ બાંધી દેવામાં આવ્યા હતા. આ ઝુંપડાઓ દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુર કેનાલ રોડ પાસે 800 ચોરસ ફૂટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પણ કરી દેવામાં આવ્યું હતું. તેને પણ દૂર કરવામાં આવ્યું હતું. મંગળવારે કરેલી આ કામગીરીના અંતે 1.02 લાખ ચોરસ મીટર રિઝર્વેશનની જમીન ખુલ્લી થઇ હતી અને તેનો કબજો લીધો હતો.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :