નવી-જૂની શરતના જમીનોના કેસોનો તરત નિકાલ કરાશે

0

   મહેસુલ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી છે. જેમાં મહેસુલનાં ત્રણય સચિવો, ઉપરાંત (વિવાદ) સચિવ સેટલમેન્ટ કમિશનર અને અગ્ર સચિવ સાથે મહેસુલ મંત્રી કૌશિક પટેલે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મહેસુલ મંત્રીએ ૩૧-૧૨-૨૦૧૭ના અંત સુધીમાં ૧૫ વર્ષ ઉપરનો કબજો ધરાવતી નવી શરતની ખેતીની જમીનો ખેતીના હેતુ માટે જૂની શરત કરવાનો કોઈ કેસ બાકી ન રહે તેની તાકીદ કરી હતી.

   આ બેઠકમાં મહેસુલ વિભાગની કામગીરી અંગે અધિકારીઓએ પ્રેઝન્ટેશન આપ્યું હતું. મહત્વની યોજનાઓ તથા કરાયેલા સુધારાઓ અને નીતિ વિષયક પ્રશ્નો અંગે મહેસુલ મંત્રીને વાકેફ કરાયા હતા. ખાસ સચિવ તેમજ મહેસુલ પંચ દ્વારા ઝડપી ન્યાય મળે તથા એક જ પ્રકારનાં કેસોમાં થયેલા ચુકાદાઓ ધ્યાને લઈને ફરી તે જ મુદ્દાઓથી નવા કેસો ઉભા ન થાય તે માટે ચોક્કસ મિકેનિઝમ ગોઠવવા જણાવાયું છે.

   રેવન્યુ અપીલ અને કેસોમાં જ્યારે રીમાન્ડ કરવામાં આવે ત્યારે તેના ચોક્કસ કારણો-મુદ્દાઓ દર્શાવવાનો અભિગમ અપનાવવા અધિકારીઓને કહેવાયું છે. તમામ જિલ્લામાં નવી જિલ્લા કલેક્ટર કચેરીઓ – મામલતદાર કચેરીઓનાં મકાનના બાંધકામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાઈ છે.

Share :
Share :
source: ગુજરાત સમાચાર.

Leave A Reply

Share :