નવસારી જિલ્લાનાં 28 ગામોમાંથી પસાર થશે મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન

0

ગામોનાં નામો જણાવાયા પણ જે તે જગ્યાઓના સરવે નંબરની માહિતી ન અપાઇ

   નવસારી જિલ્લામાંથી બહુચર્ચિત બૂલેટ ટ્રેન 28 ગામોમાંથી પસાર થવાની માહિતી આપવામાં આવી છે. અગાઉ 22 ગામોમાંથી ટ્રેન પસાર થવાની જાણકારી બહાર આવી હતી.

   ભારત સરકારે મહાત્વાકાંક્ષી પ્રોજેકટ બૂલેટ ટ્રેનનો માનવામાં આવે છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી આ ટ્રેન અહીંના નવસારી જિલ્લામાંથી પણ પસાર થવાની છે. આમ તો બૂલેટ ટ્રેન અંગેનો પ્રિસરવે કરવા અસરગ્રસ્ત ગામોમાં ખૂંટા મારી માપણી કરવામાં આવી હતી પરંતુ અસરગ્રસ્ત ગ્રામજનોમાં ગ્રામજનો યા ગ્રામજનોના પ્રતિનિધિઓને ટ્રેન અંગેની વિધિવત જાણકારી આપવામાં આવી ન હતી.

   ભારત-જાપાન સરકાર વચ્ચેના કરાર બાદ હાલમાં પ્રથમ વખત બૂલેટ ટ્રેન અંગેની જાણકારી આપવા ટ્રેન સંલગ્ન એજન્સીના માણસો, સરકાર સાથે ટ્રેન જ્યાંથી પસાર થનાર છે તે ગામોમાં સરપંચો, પ્રતિનિધિઓની બેઠક જલાલપોર મામલતદાર કચેરીમાં મળી હતી. બેઠકમાં ટ્રેન સંલગ્ન કેટલીક માહિતી આપવામા આવી હતી. ટ્રેન પસાર થનાર ગામો તો જણાવાયા પરંતુ કઈ જગ્યાએથી (કયા સરવે નંબરમાંથી) ટ્રેન પસાર થશે તે જણાવાયું ન હતું. ટ્રેનના સ્ટેશનો, જરૂરી અંદાજિત જમીન, જિલ્લામાં ટ્રેન પસાર થવાની લંબાઈ વગેરે અનેક બાબતોની જાણકારી આપતી એક પત્રિકા પણ વિતરણ કરાઈ હતી.

   જલાલપોર તાલુકા મામલતદાર કચેરીમાં બૂલેટ ટ્રેન સંલગ્ન યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. આ બૂલેટ ટ્રેન અંગેની બેઠકમાં કેટલીક જાણકારી અપાઈ અને જાણકારી આપતું લખાણ પણ અપાયું હતું. જોકે અમારા સિસોદ્રા ગામનો તો વિરોધ છે કારણ કે જીઆઈડીસી બનાવવામાં, નેશનલ હાઈવે માટે અગાઉ જ ઘણી જમીન અપાઈ હતી. હવે બૂલેટ ટ્રેન માટે જમીન આપવું હિતાવહ નથી- હર્ષદભાઈ દેસાઈ, સરપંચ. ગણેશ સિસોદ્રા

Share :
Share :
source: દિવ્યભાસ્કર.

Leave A Reply

Share :