નવસારીની 16 વીઘાં જમીનો સોદો નક્કી કરીને બીજીવાર પધરાવી

0

   નવસારીની જમીનનો દલાલે સોદો કરીને 41 લાખ આપીને ખેડૂતે આજ જમીન બીજીવાર વેચી મારતા દંપતી સહિત 3ની ધરપકડ કરી છે.

   પુણા મગોબ પાસે ધર્મેન્દ્ર કોમ્પલેક્ષમાં રહેતા અને પ્રોપટી લે-વેચનું કામ કરતા છગનલાલ દોલતરામજી મેવાડાએ વર્ષ 2008માં નવસારી જિલ્લાના મુનસાડ ગામે 16 વીઘા જમીન રૂપિયા 1.56 કરોડની કિંમત નક્કી કરી રૂપિયા 41 લાખની રકમ આપીને લખાણો કરાવ્યા હતા. જ્યારે જમીનનો દસ્તાવેજ સહિતના લખાણો કરવા બાબતે પરિવારોએ ગલ્લા તલ્લા કરીને આજ જમીન બીજીવાર વેચી મારી હતી.

   અઠવા પોલીસે શૈલેષ ગોપાળ પટેલ, મંજુબેન ગોપાળ પટેલ, જ્યોત્સના ગોપાળ પટેલ(ત્રણેય રહે, પટેલ ફળિયા, ડિંડોલી ગામ) તથા જેનીશ હસમુખ પટેલ તથા તેના પિતા હસમુખ શાંતિલાલ પટેલ (બન્ને રહે, મુળદગામ, ઓલપાડ)ની સામે ગુનો નોંધ્યો હતો. જેમાં સોમવારે હસમુખ શાંતિલાલ પટેલ, તેની પત્ની હેમુ ઉર્ફ જ્યોત્સના હસમુખ પટેલ અને મજુબેન ગોપાળ પટેલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share :
Share :

About Author

Leave A Reply

Share :