ત્રણે બિલ્ડર ગૃપ સાથે સંકળાયેલા ફાઇનાન્સર, બ્રોકર અને એન્ટ્રી પ્રોવાઇડરો પણ ઝપટે ચડ્યા

0

સર્ચમાં અધિકારીઓને ૧૦૦ કરોડના શંકાસ્પદ વ્યહારો મળી આવ્યા છે. જેનો આંકડો અધધધ કહી શકાય ત્યાં સુધી પહોંચવાની સંભાવના છે. સાથે સાથે ઝવેરાત, રોકડ અન ડીઝીટલ ડેટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત ઘણા બેંક એકાઉન્ટસ અને લોકરની વિગતો પણ અધિકારીઓને મળી છે. જેની તપાસ પણ ચાલી રહી છે. સર્ચ માટે અમદાવાદ ઉપરાંત રાજકોટ અને વડોદરાના અધિકારીઓને પણ અમદાવાદ બોલાવાયા હતા. મોડી રાત્રિ સુધી સર્ચની કામગીરી ચાલુ રહી હતી. જોકે જાન્યુઆરી બાદનું આ સૌથી મોટું સર્ચ હોવાનું એને તેમાં બહુ મોટી કરચોરી સામે આવશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે.

 

અમદાવાદના જાણીતા બિલ્ડર અને રીયલ એસ્ટેસ સાથે સંકળાયેલા સત્યમ ડેવલપર્સ, સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રા.લી. તથા શાલીગ્રામ બિલ્ડકોન ગૃપ પર ઇનકમ ટેક્સના અધિકારીઓ ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાય વ્યાપી ગયો છે. આ ત્રણે ગૃપની અમદાવાદની ૪૦ તથા વડોદરા અને આણંદની એક એક મળી કૂલ ૪૨ પ્રિમાસિસ પર દોઢસોથી વધુ અધિકારીઓ એસઆરપીના બંદોબસ્ત સાથે સર્ચ કરી રહ્યા છે. પ્રાથમિક સર્ચમાં જ ૧૦૦ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. આ ઉપરાંત ઝવેરાત, રોકડ રકમ અને ડીઝીટલ ડેટા પણ મળી આવ્યા છે. જેનું એનાલિસીસી ચાલી રહ્યું છે. આ સર્ચ દરમિયાન કરચોરીનો આંકડો ખુબ જ મોટો સામે આવે તેવું અધિકારીઓ માની રહ્યા છે.

 

આયકર વિભાગના અધિકારીઓએ મોટા પાચે દરોડા અને સર્ચ શરૂ કરી દીધા છે. ત્યારે જ વહેલી સવારે અમદાવાદના સત્યમ ડેવલપર્સની સત્યમ હાઉસ રાજપથ કબલ પાછળની ઓફીસે અધિકારીઓ દરોડા પાડી સર્ચની કામગીરી આદરી છે. આ ઉપરાંત રાજપથ કબલ પાછળની સાંઘાણી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડીયા પ્રા.લી.તથા થલતેજ સિગ્નેચર કોમ્પલેક્ષમાં આવેલી શાલીગ્રામ બીલ્ડકોની ઓફીસોમાં પણ સર્ચ શરૂ થઇ ગયું હતું.

 

આ ત્રણ ઓફીસો ઉપરાંત આનંદનગર ધનંજય ટાવર ખાતેની એક પ્રિમાસીસ સહિત કૂલ ૪૨ સ્થળે મેગા સર્ચ શરૂ કરી દીધું છે. જેમાં આ બિલ્ડર અને ડેવલપર ગૃપની ઓફિસો. રહેણાણ તથા સ્કીમનો સમાવેશ થાય છે. આયકર વિભાગના ધ્યાને આવ્યું છે કે આ ત્રણે ગૃપ જુદા જુદા નામે રીયલ એસ્ટેટના પ્રોજ્કેટ કરે છે.જોકે તેઓ અંદરખાને ધંધાકીયર રીતે એકબીજા સાથે જોડાયેલા જ છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, અમદાવાદ.

Leave A Reply

Share :