ખેત જમીન ટોચ મર્યાદા કાયદામાં સુધારા વિધેયક પસાર કરાયું

0

   ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા કાયદામાં સરકારે સુધારો કર્યો છે. વિધાનસભામાં આ અંગેનું વિધેયક પસાર કરાયું છે. આ સુધારા મુજબ કોઈ જમીન ફાળવવામાં આવી હોય તેવા કિસ્સામાં તેની આસપાસના વિસ્તારમાં તેટલાજ પ્રમાણમાં ખેતીની જમીન ઉપલબ્ધ કરાવવી પડશે.

   મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આ સુધારો હવે, જમીન મેળવનારને લાગુ પડાશે. તેને આવી જમીન ઉપલબ્ધ કરાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, આ સુધારો રાષ્ટ્રપતિની અનુમિત માટે કેન્દ્ર સરકાર સમક્ષ પડતર છે. ભારત સરકારે વિધેયકમાં કેટલાક ફેરફાર સુચવ્યા હતા તે અનુસાર સુધારા કરી લેવાયા છે.

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :