કેન્દ્રએ સ્માર્ટ સિટીઝ મિશન માટે રૂ।.9940 કરોડ છૂટા કર્યા

0

   સરકારે સ્માર્ટ સિટીઝ મિશન માટે અત્યાર સુધીમાં રાજ્યોને આશરે રૂ।.૯,૯૪૦ કરોડ છૂટા કર્યા છે. જેમાં મહારાષ્ટ્રને સૌથી વધુ રૂ।.૧૩૭૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. એ પછી મધ્યપ્રદેશને સૌથી વધુ રૂ।.૯૮૪ કરોડની ફાળવણી કરાઇ છે. ગુજરાતના છ શહેરો સ્માર્ટ સિટી તરીકે પસંદ કરાયા છે અને તેમને કુલ રૂ।.૫૦૯ કરોડની સહાય આપવામાં આવી છે તેમ સરકારી આંકડામાં જણાવાયું છે.

   હાઉસિંગ એન્ડ શહેરી વિકાસ બાબતોના મંત્રાલયે ભાજપ સરકારના અગ્રણી કાર્યક્રમ હેઠળ ૯૯ શહેરોને કેન્દ્રીય સહાય આપવાની જાહેરાત કરી છે. આ શહેરો માટે કુલ સૂચિત રોકાણ રૂ।.૨.૦૩ લાખ કરોડ છે. તામિલનાડુના ૧૧ શહેરો માટે અત્યાર સુધીમાં કુલ રૂ।.૮૪૮ કરોડની ફાળવણી કરાઇ છે. રાજસ્થાનના ચાર શહેરો માટે રૂ।.૭૮૪ કરોડ ફાળવાયા છે. આંધ્રપ્રદેશને રૂ।.૫૮૮ કરોડ અને ઉત્તરપ્રદેશને રૂ।.૫૪૭ કરોડની ફાળ‌વણી કરાઇ છે..

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :