કાર્પેટ એરિયા સામે વાંધા અરજી કરનાર મિલકતધારકને વળતરનો લાભ મળશે

0

   કાર્પેટ એરિયા સામે વાંધા અરજી કરનાર મિલકતધારકોને વેરા વળતર યોજનાનો લાભ મળે તે માટે મહાનગરપાલિકા વળતરનો લાભ આપશે. અત્યાર સુધીમાં 7589 વાંધા અરજી થઇ છે જેમાંથી 1600 અરજીનો નિકાલ કરાયો છે.

   કાર્પેટ એરિયા મુજબ વેરા વસૂલાતની શરૂઆત કરતાની સાથે જ વાંધા અરજીઓ પણ સતત વધી રહી છે. વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 2805, સેન્ટ્રલ ઝોનમાં 2725 અને ઇસ્ટ ઝોનમાં 2059 વાંધા અરજી આવી છે. જેમાંથી અનુક્રમે 806, 292 અને 460 વાંધા અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. એક લાખ મિલકતધારકોને વેરા બિલ મોકલવામાં આવ્યું છે. વેરા બિલ નહીં મળવાના કારણે અને વાંધા અરજી કરનાર મિલકતધારકોને વેરા વળતર યોજનાનો લાભ મળે તે માટે મેયરે કહ્યું છે કે, મિલકતધારકોના હિતમાં નિર્ણય લેવાશે. ગત વર્ષે આ સમયે 115 કરોડની આવક થઇ હતી જે આ વર્ષે 99 કરોડે પહોંચી છે.

વાંધાના નિકાલ બાદ પૈસા ભર્યા હશે તો પરત આપીશું

   કાર્પેટની આકારણી સામે કોઇ મિલકતધારકોને વાંધો હોય તો વાંધા અરજી કરી શકે છે. વાંધા અરજી સાથે વેરાની રકમ જમા કરાવી હશે અને બાદમાં વાંધાનો નિકાલ થાય ત્યારે જો તંત્રે વધારાની રકમ લીધી હશે તો તે રકમ પરત આપીશું. મિલકતધારકોએ વેરા વળતર યોજનાનો લાભ લેવા વેરો ભરી દેવો જોઇએ. – ડો. જૈમન ઉપાધ્યાય, મેયર

હવે સામૂહિક રજૂઆત કરવામાં આવશે

   કાર્પેટ અેરિયાની વાંધા અરજી કર્યા બાદ પણ પ્રશ્નોનો નિકાલ થતો નથી. જે ધ્યાને લઇ હવે સામૂહિક રજૂઆત કરાશે. 28 મે સુધીમાં જે મિલકતધારકોને મુશ્કેલી હોય તો તે વાંધાની બે નકલ સાથે સ્ટાર પ્લાઝા, ઓફિસ 505 ફૂલછાબ ચોક રાજકોટ ખાતે મોકલી આપવી. ત્યારબાદ સામૂહિક રજૂઆત કરવામાં આવશે. – અતુલ રાજાણી, દંડક વિરોધપક્ષ

Share :
Share :
source: દિવ્યભાસ્કર, રાજકોટ.

Leave A Reply

Share :