કરોડોની જમીનના વિવાદમાં સુરતમાં બિલ્ડર વસંત ગજેરાની ધરપકડ

0

   સુરતના ટોચના બિલ્ડર અને ઉદ્યોગપતિ વસંત ગજેરાની બુધવારે પોલીસે ધકપકડ કરી હતી. વેસુમાં લગડી જેવી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાના પ્રકરણમાં હાઈકોર્ટના આદેશને પગલે પોલીસે હરકતમાં આવવું પડ્યું હતું. 18,500 ચો.મી. જેટલી વિશાળ જમીનના પ્રકરણમાં હાઈકોર્ટમાં વસંત ગજેરાએ પોતાનો કબજો જૂનો હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બોગસ દસ્તાવેજો, બીલ, બેલેન્સશીટ જેવા ખોટા કાગળો રજૂ કર્યા હતાં.

   આ પ્રકરણમાં હાઇકોર્ટે કરેલા આદેશના પગલેશહેર પોલીસે વસંત ગજેરા સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી હતી. વસંત ગજેરાની ઉમરા પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર શહેરભરમાં વાયુવેગે પ્રસરી ગયાં હતાં. ઉમરા પોલીસ સ્ટેશનની બહાર શહેરભરના ટોચના લોકોની લક્ઝુરિયસ ગાડીઓની કતાર લાગી ગઈ હતી. ઉમરા પોલીસ મથકમાં 84/2018 નંબરથી દાખલ કરાયેલી ફરિયાદમાં પોલીસે વસંત ગજેરાની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદમાં એવું પણ નોંધ્યું છે કે, પુણા પાટિયા પાસે સજાવટ બંગલોમાં રહેતા વજુભાઈ ઉર્ફે વ્રજલાલ માલાણીની હાઈકોર્ટમાં સ્પેશ્યલ ક્રિમિનલ એપ્લીકેશન નં-358/2017ના સંદર્ભમાં મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝનનના અહેવાલના આધારે ગુનો બનતો હતો.

   જોકે, તેમછતાં કોઈ કાર્યવાહી કરાઈ નહતી. એટલે, ફરી હાઈકોર્ટની દરવાજે દસ્તક દેતાં કોર્ટના આદેશને પગલે વસંત હરિ ગજેરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે..

Share :
Share :
source: નવગુજરાત સમય.

Leave A Reply

Share :