કતારગામ દરવાજા પાસે ફ્લાય ઓવર બનાવવા બીઆરટીએસ રૂટ તોડવો પડ્યો

0

   વેડ અને કતારગામ દરવાજા પાસે બની રહેલા એસ આકારના ફલાય ઓવરબ્રિજની કામગીરીને કારણે કતારગામ દરવાજા પાસે બનેલા બીઆરટીએસ રૂટને તોડવો પડ્યો છે. રૂટમાં ચારથી પાંચ જગ્યાએ ગાબડાં પાડવામાં આવ્યા છે. ત્રણેક મહિના પહેલા પાલિકાના બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેર જયેશ સોલંકીએ બીઆરટીએસ રૂટ તોડ્યા વિના જ પીલર ઊભા કરવાની વાત કરી હતી પરંતુ તેને તોડવામાં આવતા તેમની વાતનો છેદ ઉડી ગયો છે.

બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેરે રૂટ તોડ્યા વિના જ બ્રિજ બનાવવાની વાત કરી હતી

   જિલાની બ્રિજ બન્યા બાદ વેડ દરવાજા અને કતારગામ દરવાજા પાસે ટ્રાફિકની સમસ્યા ગંભીર થાય એ અગાઉ અહીં બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો હતો. એ માટે સરવે થયો ત્યારે જ કતારગામ દરવાજાથી ગોટાલાવાડી સુધી બીઆરટીએસ બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. બીઆરટીએસ રૂટ બનીને તૈયાર થયાના ચારેક મહિનામાં જ બ્રિજ બનાવવાનું કામ મંજૂર થતા બીઆરટીએસ રૂટને તોડવો પડયો છે. પાલિકાને આ તોડફોડથી 50 લાખ સુધીનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બ્રિજ બનાવવાનો જ હતો તો બીઆરટીએસ રૂટ બનાવી પાલિકાએ 50 લાખ રૂપિયાનો ધુમાડો કરવાની જરૂરત જ ન હતી. પાલિકામાં આયોજનના અભાવે પ્રજાના નાણા વેડફાતા હોવાનો આ ઉત્તમ નમૂનો છે.

4 મહિના પહેલા આ વાત કાર્યપાલક ઇજનેર જયેશ સોલંકીએ કરી હતી

   કતારગામ દરવાજાથી ગોટાલાવાડી ટેનામેન્ટ સુધી બનેલા બીઆરટીએસ રૂટને બ્રિજ બનાવવાની કામગીરીને કારણે તોડવો પડશે. તો જયેશ સોલંકીએ જણાવ્યુ હતું કે હાલમાં બીઆરટીએસ તોડ્યા વિના જ અમે પીલર ઊભા કરવામાં આવશે. પરંતુ કેવી રીતે કરશો તેવું પુછતા તેમણે જણાવ્યું હતું કે બીઆરટીએસ રૂટ તોડ્યા વિના પીલર ઊભા કેવી રીતે કરીશું તે અમારો વિષય છે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

ખોટા ખર્ચ કરવાની વાતો કાગળ પર

   પાલિકાની આર્થિક સ્થિતિ કથળતી જતી હોવાથી ખોટા ખર્ચા કરવા પર કાપ મુકવાની જાહેરાત પાલિકાના બજેટમાં કરવામાં આવી છે. અધિકારીઓ જ આ વાતને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બ્રિજ બનાવવાના રૂટ પર તોડફોડ થાય તે સ્વાભાવિક છે આવી વાત સામાન્ય વ્યક્તિને પણ ખબર પડતી હોય છે. પરંતુ પાલિકાના ડીગ્રીધારી અધિકારીઓને આવી સામાન્ય વાતનું ભાન નહીં હોવાથી લોકોના નાણા વેડફાય છે.

Share :
Share :
source: દિવ્યભાસ્કર, સુરત.

Leave A Reply

Share :